
વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમીટનું આયોજન થયુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૨ દરમિયાન ટીબીના નવા કેસોમાં ૩૦ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષી ગીર સોમનાથ જિલ્લાએ નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરી સિલ્વર મેડલ મેળવ્યો છે.
આ કામગીરી હેઠળ તા.૨૬/૧૨/૨૦૨૨થી તા.૧૩/૦૨/૨૦૨૩નાં સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં ૯ ગામોમાં/ સુત્રાપાડા વોર્ડ ૦૧ વિસ્તારમાં સબ નેશનલ સર્ટીફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ. જેમાં ૧૦૦૦૦ ઘરનું સર્વેલન્સ કરવામાં આવેલ અને ૧૯૧ સ્પુટમ સેમ્પલ કલેકશન કરવામાં આવેલ. જેને અતિ આધુનિક જીન એક્સપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ૦૭ નવા કેસ નોંધાયેલ હતા.

આ સમગ્ર હકિકતને અનુલક્ષી સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારાધોરણને પૂર્તતા કરતા હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રી અને ડબ્લ્યુએચઓનાં કન્સલ્ટન્ટનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. આ તમામ કામગીરી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ તકે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરશ્રી, સુપરવાઈઝરશ્રી, જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, તાલુકા કક્ષાના ટીબી સુપરવાઈઝર, ટીબી હેલ્થ વિઝીટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેઇલ હેલ્થ વર્કર, આશા બહેનો વેગેરેના અથાગ પરીશ્રમનો ફળ સ્વરૂપે આ મેડલ મળેલ છે. આ તકે તમામના સહયોગનો આરોગ્ય વિભાગે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન