
ઉના શહેરમાં મકરસંક્રાંતિના તહેવારને લઇ ચાઇનીઝ દોરા તુક્કલનું વેચાણ કરતા સ્ટોલમાં વનવિભાગ દ્વારા ચેકીંગ હાથ ધર્યું. તો બીજી તરફ બજારોમાં અલગ અલગ પતંગ દોરાના વેચાણ થતા સ્ટોલમાં વિવિધ અવનવી પતંગો જોવા મળે છે. ત્યારે વનવિભાગે ચાઇનીસ દોરાનું વેચાણ કરતા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બજારોમાં વિવિઘ પ્રકારની પતંગોનું શહેરમાં અલગ અલગ જગ્યાએ વેપારીઓ દ્વારા સ્ટોલ ઉભા કરી પતંગ દોરાનું વેચાણ કરવામાં આવે છે. અને લોકોમાં પણ આ તહેવારની ઉજવણી પૂર્વ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ અને દોરાની ખરીદી કરી ઉતરાયણના તહેવાર નિમીતે પતંગ ચગાવીને ઉજવણી કરતા હોય ત્યારે લોકો ચાઇનીઝ દોરી અને તુક્કલના ઉપયોગથી કરતા બજારમાં વેપારીઓના ઉભા કરેલા સ્ટોલ પર વનવિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.


આકાશમાં ઉડતા પક્ષીઓને ગંભીર ઇજાના પહોંચે નહીં તેને ધ્યાને રાખી કોઇ માનવ જીંદગીને પણ ઇજા કે નુક્સાન ન થાય તે માટે પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ દોરી તુક્કલ જેવા દોરાનું વેચાણ કરતા સ્ટોલ પર જશાધાર રેન્જના આરએફઓ એલ બી ભરવાડના માર્ગદર્શન હેઠળ વનવિભાગ દ્વારા રાજ્ય કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓ માટે સારવાર માટે હેલ્પલાઇન નં.1962 શરૂ કરવામાં આવેલ છે. તેમાં જાણ કરવા તેમજ ઉના અને ગીરગઢડા ફોરેસ્ટ કોલોની ખાતે સારવાર માટે કેન્દ્ર ઉભુ કરાયેલ છે. જેમાં સાંજના સમયે પક્ષીઓની અવર જવર વધુ હોવાથી પતંગ ન ચગાવવા અને પક્ષીઓને ધાયલ થતા બચાવવા અપીલ પણ કરી હતી. આ તકે ઉના નાવબંદર રાઉન્ડના ફોરેસ્ટ વિભાગના એચ. ડી. બારોટ, બી. જી. સોલંકી. એચ. ડી. કલાડિયા અને વનવિભાગનો સ્ટાફ શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં પતંગના સ્ટોલ ઉપર પહોંચી જઈ ચાઇનીઝ માંઝા પ્લાસ્ટિકની કે કાચના માઝાવાળી દોરીનો ઉપયોગ ન કરવા અને તેનું વેચાણ કરતા અટકાવી કાર્યવાહી હાથ ધરવા વિવિઘ સ્ટોલ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન