September 30, 2022

વડોદરા-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત

વડોદરા-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત
Views: 74
1 0

Share with:


Read Time:2 Minute, 3 Second
વડોદરા-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત

વડોદરા-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી દિશા કમિટિની બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે આપેલી માહિતી

કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે આજે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિ (દિશા)ની બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જાહેરાત કરી કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાથી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા ચાર ઓવર બ્રિઝને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે.

શ્રીમતી ભટ્ટે આ બેઠકમાં ઉપસ્થિતિ અન્ય જનપ્રતિનિધિઓને માહિતી આપી હતી કે, તેઓ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ ઉપર ચાર ઓવર બ્રિજને કારણે થતાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

સાંસદશ્રીએ ઉમેર્યું કે, ઉક્ત રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પૂલ હાલના સમયે ફોરલેન છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલી આપવામાં આવી છે. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: