
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ચૂંટણી હોય અને દારૂ ન ઝડપાય તેવુ આજ સુધી બન્યું નથી. આંચારસહિતા દરમિયાન જ પોલીસે અનેક બુટલેગર્સ અને નેતાને દારૂ સાથે ઝડપ્યા છે. ત્યારે હવે નશાનો કારોબાર બાળકો સુધી પણ પહોંચી રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. વડોદારાની એક શાળાના વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ મળી આવી છે. જેને લઈને વાલીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સંસ્કારીનગરી તરેકી ઓળખાતુ વડોદરા શહેર હવે નશાના કારોબાર તરીકે જાણીતુ થયું છે. તાજેતરમાં જ ગુજરાત ATSએ દરોડો પાડીને કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યાં તો વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી ખ્યાતનામ અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ મળી આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતાં 4 વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળ્યા હતા.
વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવતા અન્ય વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ આ વિદ્યાર્થી સામે કડક પગલા લેવા માટે રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત બાદ શાળાના સંચાલક દ્વારા ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક વાલીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં શાળા સુધી નશાનું કલ્ચર ધૂસી ગયું છે, જે વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે, વિદ્યાર્થીઓ દારૂ અને સિગારેટ ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ થવી જોઈએ અને ભુલ કરનારા બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી