September 30, 2022

વડાપ્રધાનશ્રી ૩૧મી મે ના રોજ યોજાનાર “ગરીબ કલ્યાણ સંમેલન”માં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ કરશે

વડાપ્રધાનશ્રી ૩૧મી મે ના રોજ યોજાનાર “ગરીબ કલ્યાણ સંમેલન”માં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ કરશે
Views: 1446
0 0

Share with:


Read Time:5 Minute, 33 Second


———
રહેઠાંણ, ખેતી, ખોરાક, સ્વાસ્થ્ય, જળને લગતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન કરશે સંવાદ
———

વડાપ્રધાનશ્રી ૩૧મી મે ના રોજ યોજાનાર “ગરીબ કલ્યાણ સંમેલન”માં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ કરશે


ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો  કાર્યક્ર્મ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે મંત્રીશ્રી અરવિંભાઈ રૈયાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે
     ગીર સોમનાથ, તા. -૨૯,આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્ર સરકારની સામાન્ય નાગરિકોને સ્પર્શતી વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થીઓ સાથે તા. ૩૧-૦૫-૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી ઈ-સંવાદ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમ અન્વયે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો કાર્યક્ર્મ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે રાજયકક્ષાના પરિવહન મંત્રી શ્રી અરવિંભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.
         આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની અતિ મહત્વની યોજનાઓનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. કેટલીક યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા કરોડ તો કેટલીક યોજનાઓમાં આ આંકડો ૧૦ કરોડ સુધી પહોંચ્યો છે. આ તમામ યોજના સમાજના ગરીબ તબક્કાને સ્પર્શથી હોવાથી સંમેલનને “ગરીબ કલ્યાણ સંમેલન” તરીકે ઓળખવામાં આવશે. આ સંમેલનનો હેતુ  છેવાડાના માનવીનો વિકાસ માટેની સરકારની વિવિધ યોજનાને સમજવાનો અને સુખાકારી વધારવાનો છે. આ સાથે જ જ્યારે વર્ષ ૨૦૪૭માં ભારત આઝાદીના સોમાં વર્ષની ઉજવણી કરી રહ્યું હશે તેમાં તમામ નાગરિકો માટે પ્રેરણાદાયક બની રહેશે.
       આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. આ વિવિધ યોજનાઓમાં રહેઠાંણ, ખોરાક, સ્વાસ્થ્ય, જળ તેમજ આર્થિક યોજના વગેરેનો સમાવેશ થાય છે. જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ-શહેરી), પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ- શહેરી), જલજીવન મિશન અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેસન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આયુષ્માન ભારત PM જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો સમાવેસ કરાયો છે.
      ગીર સોમનાથ જિલ્લો પણ આ ઐતિહાસિક સંમેલનનો ભાગ બનતાં ગર્વ અનુભવી રહ્યું છે. નગરપાલિકાના કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે સવારે ૯.૧૫ કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમાં મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ, જિલ્લા પ્રમુખો અને સ્થાનિક સંસ્થાઓના આગેવાનો, અગ્રણી નાગરિકો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
        જ્યારે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ તા.૩૧-૦૫-૨૦૨૨ ના રોજ શિમલા ખાતે યોજાશે. જ્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે આ સાથે જ કિસાન સન્માન નિધિનો ૧૧મો હપ્તો પણ ચૂકવવામાં આવશે.
        આ સંમેલનનું દૂરદર્શન પરથી લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે તેમ જ રાષ્ટ્રીય અને સ્થાનિક ચેનલ પર પ્રસારણ થશે ઉપરાંત MyGov પર રજિસ્ટ્રેશન કરી આ કાર્યક્રમ સાથે જોડાવાની તક પણ છે. આ સાથે જ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ જેવા સોશ્યિલ મીડિયા પરથી પણ સામાન્ય નાગરિક આ સંમેલન સાથે જોડાઈ શકશે.
       આ સંમેલનનો હેતુ સામાન્ય નાગરિકલક્ષી તો છે જ ઉપરાંત આ યોજનાઓથી નાગરિકોની સુખાકારીમાં અને જીવનશૈલીમાં કઈ રીતે સુધારો થયો તે વિશે પણ જાણવાની છે. સમગ્ર ભારત દેશ જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિકાસની અવિરત આગેકૂચમાં સામાન્ય નાગરિકની પણ જનભાગીદારી અને સુખાકારી વિશે સરકાર સતત પ્રયત્નશીલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: