February 23, 2024

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૨ મેના રોજ ગાંધીનગર ખાતે યોજાશે “પ્રધાનમંત્રી આવાસ યોજના”લોકાર્પણ સમારોહ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૨ મેના રોજ ગાંધીનગર ખાતે યોજાશે “પ્રધાનમંત્રી આવાસ યોજના”લોકાર્પણ સમારોહ
Views: 2297
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 0 Second
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૨ મેના રોજ ગાંધીનગર ખાતે યોજાશે “પ્રધાનમંત્રી આવાસ યોજના”લોકાર્પણ સમારોહ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)નાં લાભાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૨ મે, ૨૦૨૩ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવાસોનાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત વેરાવળમાં સંસ્કૃત યુનિવર્સિટીના યોગ ભવન ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

     આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા-૫૦, આવાસોનું લોકાર્પણ થશે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમા જિલ્લામાં નગરપાલિકા સ્તરે તાલાલા-૫૦, ઉના -૫૦, સુત્રાપાડા-૫૦, કોડીનાર- ૬૦ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કુલ ૭૦ ગામમાં   ૯૮ લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ થશે અને  ગાધીનગર ખાતેનાં  કાર્યક્રમનું  નગરપાલીકા અને ગ્રામીણ કક્ષાએ આ કાર્યક્રમ વર્ચ્યુઅલ નિહાળવામાં આવશે.

     ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના દિવસે દરેક ગામમાં પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમ, જાહેર સ્થળોની સફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પર્યાવરણને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા, રંગોળી, મકાનોને તોરણ બાંધવા, કળશ સ્થાપન સહિતના કાર્યક્રમો પણ હાથ ધરાશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author