
ગીર સોમનાથ. તા.૧૭: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેના નગરપાલિકા કોમ્યુનિટીહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ કોરોના કાળમાં આરોગ્ય કર્મીઓની સેવાઓને યાદ કરીને જણાવ્યું કે, કોરોના કાળમાં તેઓએ રાત દિવસ જોયાં વગર સમાજના કોરોનાની ઝપેટમાં આવેલાં લોકોની સારવાર કરીને નવજીવન બક્ષવાનું કામ કર્યું છે. તેમજ લોકો ગંભિર બિમારીમાં પી.એમ.જે.એ.વાય -મા કાર્ડ થકી ઉત્તમ અને નિશુલ્ક સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મેળવે છે. આ યોજનાનો લાભ ગુજરાતના છેવડાના લોકો લઈ રહ્યા છે અને આ યોજનાનો વધુ લાભ લે તેમ તેઓશ્રીએ જણાવ્યું હતું.

આ તકે પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવાઈએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રીએ વિશ્વની આરોગ્યની સૌથી મોટી યોજના અમલમાં મૂકીને સામાન્ય લોકોની સેવા કરવાનું કામ કર્યું છે. ગુજરાતના છેવાડાના લોકો આ યોજના થકી ગંભીર પ્રકારના રોગોની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં નિશુલ્ક કરાવી શકે છે અને તેના આવવા જાવાનુ ભાડુ પણ આપવામાં આવે છે.
જિલ્લામાં ૧.૬૦ હજાર કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે. લોકો પહેલાં નાણાંના અભાવે સારવાર કરાવતાં ન હતાં. પરંતુ ગરીબ લોકો પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં રૂ. પ લાખ સુધીની સારવાર નિઃશૂલ્ક કરાવી શકે છે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ભાયાએ સ્વાગત પ્રવચન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ શાબ્દિક સ્વાગત કર્યું હતું.આભારવિધી ડો. ગોસ્વામીએ કરી હતી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આ અવસરે વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું.જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રતિકરૂપે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, આરસીએચઓ અધિકારી ડો.રોય સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન