September 30, 2022

વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૩૧ મી મે ના રોજ “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે ગીર સોમનાથ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૩૧ મી મે ના રોજ “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે ગીર સોમનાથ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
Views: 658
0 0

Share with:


Read Time:3 Minute, 44 Second

વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૩૧ મી મે ના રોજ “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે ગીર સોમનાથ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય કાર્યક્ર્મ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે રાજયકક્ષાના પરિવહન મંત્રી શ્રી અરવિંભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાશે

        ગીર સોમનાથ તા.-૨૭, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શીમલા (હિમાચલ પ્રદેશ) થી “લાભાર્થીઓ સાથે સીધો સંવાદ” કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી તમામ જિલ્લાઓ ખાતે યોજાનાર છે. ગીર સોમનાથ જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમિક્ષા કરવામાં આવી હતી. 

           આગામી ૩૧ મેનાં રોજ યોજાનાર લાભાર્થી સંવાદ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજના દીઠ ગીર સોમનાથ જિલ્લાના કુલ ૩૦૦૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકરો આ કાર્યક્ર્મમાં ભાગ લેનાર છે. તમામ બાબતો અંગેની આનુસાંગીક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટરશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.જે.ખાચરે ઉપસ્થિત અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.

        આ બેઠકમાં પી.જી.વી.સી.એલ વિભાગને વીજપુરવઠા અંગે, માર્ગ અને મકાન વિભાગને મંડપ થતા ટીવી સ્ક્રીન માટે, નગરપાલિકાને સફાઇ અંગે, પોલીસ વિભાગને ટ્રાફિક નિયમન અંગે, પાણી પુરવઠા વિભાગને ઠંડા પાણીની સુવિધા માટે, આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ ગોઠવવા અંગે, એન.આઇ.સી ઓફિસરોને કાર્યક્રમના લાઇવ પ્રસારણ અંગે તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતું.

       ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વેરાવળ સ્થિત નગરપાલીકા કોમ્યુનીટી હૉલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમમાં શિમલા ખાતેથી આયોજીત પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને બાયસેગ તથા વંદે ગુજરાતના માધ્યમથી લાઇવ પ્રસારણ નિહાળવામાં આવશે. ત્યાર બાદ જિલ્લાના વિવિધ યોજનાના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કરશે.  

          આ તકે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હાલ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: