
ઊના શહેરમાં આવેલી વિવિધ ફરસાણની દુકાનોમાં સ્વીટમાં ભેળસેળ કરી ગ્રાહકોને ધાબડી દઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની રાવ સાંભળવા મળી છે. ત્યારે આ બાબતે તંત્રએ પણ જાણે મૌન ધારણ કરી લીધુ હોય તેમ જુદી જુદી વાનગીઓ જેમાં કેટલાક દિવસો સુધી પડી રહેલી વાસી માવાની મીઠાઈ લોકોને ધાબડી દઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. તેમ છતાં તંત્ર દ્રારા આવા વેપારી સામે કોઇ જાતની તપાસ કે કાર્યવાહી કરાતી નથી. અને તપાસ કરવામાં આવે તો માત્ર નમુના લઇ લેબમાં મોકલી આપતા હોય છે.

પરંતુ તેનો રીપોર્ટ આવતા લાંબો સમય લાગતો હોવાથી આ બાબતે ભીનુ સંકેલાઈ જતું હોવાનો ઘાટ સર્જાય રહ્યો છે. આવી ભેળસેળ વાળી મીઠાઇ ખાવાથી લોકોના સ્વાથ્ય પર અસર પડે અને ગંભીર બિમારીઓનો ભોગ બને તો જવાબદાર કોણ ? અને આવા સ્વીટના વેપારીઓ સાથે અધિકારીઓ સંપર્કમાં હોય જેના કારણે કોઇ તપાસ થતી નથી તેવા પણ સવાલો ઉઠવા પામેલ. અને લોકોને ભેળસેળ વાળી મીઠાઇ વહેચી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય ત્યારે આ બાબતે તંત્ર આવા સ્વીટના વેપારીઓ સામે પગલે લેશે કેમ તે જોવાનું રહ્યું.
ઊના શહેરમાં 10થી વધુ મીઠાઈની દુકાનો આવેલી છે જ્યાં હાલ શિયાળાની સીઝનમાં પણ વિવિધ મીઠાઈનું વેંચાણ થતું હોય છે. જેથી તંત્ર દ્વારા તુરંત નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવે એ જરૂરી છે.
–મીઠાઈમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જ તંત્રની કામગીરીની વાત કરીએ તો માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ મુદ્દે પણ તપાસ જરૂરી છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન