October 1, 2022

લા પી લા દે સાકી આ…?પ્રતીક મોરઝરીયા ની કલમે

લા  પી લા દે સાકી આ…?પ્રતીક મોરઝરીયા ની કલમે
Views: 185
0 0

Share with:


Read Time:5 Minute, 52 Second

ગઈકાલે ઉના ના ભરચક્ક વિસ્તાર ધરાવતા બસ સ્ટેન્ડ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ ને રોડની બાજુ પર સુતેલ જોયો. મેલાઘેલા કપડાં, પગમાં ચપલ નહીં દાઢી વધી ગયેલ, બધા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મને પહેલો વિચાર એ આવ્યો કે કોરોનાની અસર ને કારણે આમ વ્યક્તિ બેભાન થઈ પડ્યો હશે. પણ બરાબર એજ સમયે એક યુવાન બાઇક પર ત્યાથી પસાર થતો અને બબડતો નીકળી ગયો. ” પીધેલ સે”…

ગાંધીજી એ જે બાર વ્રતો નું પાલન કરવાનું કહ્યું એમાં “નિર્વ્યસની રહેવું” એવું ગાંધીજીએ કહેલ. દારૂ એ મોટું દુષણ છે, એના કૌટુંબિક, સામાજિક, આર્થિક દુષ્પરિણામો સભ્ય સમાજ ને વિચારતા કરી મૂકે. ગાંધીબાપુએ એ સમયે લોકોને શરાબ થી દૂર રહેવા જણાવેલ અને પછીની પેઢી ને પણ આ બલાથી દૂર રહેવાનું કહેતા ગયા . પણ બાપુ ના આ ગુજરાતમાં આ લાલ પાણી ઘણી જગ્યાએ ચોરે ને ચૌટે વેચાતું જોવા મળે છે. આ દારૂ નો વ્યાપાર મોટા બુટલેગરો માટે નફો રળવાનું અને દિવ ના દરિયાની ખાડીઓ માંથી બે પાંચ બોટલ ની હેરાફેરી કરવા વાળા માટે પેટ નો ખાડો પુરવા માટે કમાણી નું સાધન છે. પીવાનો શોખીન અમદાવાદમાં હોય, કચ્છમાં હોય કે ઉનામાં દરેક ને માલ મળી રહે. ક્યાંક સસ્તો તો ક્યાંક મોંઘો મળી રહે… આજ રીતે ગુજરાત ના અમુક ગામડાઓ અને ખાસ સાગર પટ્ટી ના વિસ્તારો માં દેશી દારૂ ની ભઠ્ઠીઓ આરામ થી ધમધમતી જોવા મળે છે. આવી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા દારૂના ધંધાર્થી માટે આ એક ગૃહ ઉદ્યોગ છે. જ્યારે ભ્રષ્ટ અધિકારી માટે હપ્તા ઉઘરાવવાનું કેન્દ્ર છે. અમુક પ્યાસી બ્રાન્ડેડ પીવે તો વળી અમુક દેશી કોથળી પી ને ગમે ત્યાં આળોટતા હોય. રાત પડે એટલે બૈરી ને છોકરા ગોતવા નીકળે અને પેલો રાજાપાઠ માં કોઈ રોડ ના ખૂણે પડ્યો હોય. પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન એવા કેટલાય પરિવારો છે જ્યાં રાત પડે ને મહેફિલ મંડાય. એવા કેટલાય લાલપાણી ના પ્યાસી દિવ તરફ આવે ત્યારે તો દિવમાં ઢીચી ને પીવે અને પાછા બે પાંચ બોટલ કાર ની ડેકી માં નાખતા જાય. તહેવાર ટાણે ગુજરાત ની આંતર રાજ્ય બોર્ડર માંથી આ અંગુરની બેટી ની ઘૂસણખોરી વધી જાય છે.
યુવા વર્ગમાં પીવાનું આ દુષણ વધી રહ્યું છે. પ્રેમમાં નાસીપાસ થયેલ હોય એવા ઘણા યુવાનોમાં શરાબ પીવાનો એક phenomenia બનતો જાય છે. આવા યુવાનો પોતે કમાતો ના હોય તો બાપના પૈસા નો પીવે અને બાકી બાપની બોટલમાંથી પીવે. મોટા ભાગે આવા સુખી લોકો ના ઘર માં ઘરની સ્ત્રીઓ અંદર થી વ્યથિત હોય છે. એવું પણ હવે નવું કલચર અસ્તિત્વમાં આવ્યું છે કે ઘણી સ્ત્રીઓ શરાબ, સિગારેટ,અને જુગાર ની બંધાણી બની છે. સૌ સૌ ની પીવાની અલગ અલગ રીત. ગામડાનો સામાન્ય મજૂર સાંજે 200 રૂપિયા મજૂરી મેળવે અને 100 રૂપિયા નો પી જાય. આવા સંજોગો માં મોટા ભાગે ઘર ચલાવવાની જવાબદારી આ ઘરની દુઃખી મહિલાઓ ના શિરે હોય. આવા કુટુંબમાંથી આવતા બાળકો કૌટુંબિક ચિંતા ના કારણે તેના અભ્યાસ બાબતે ધ્યાન નથી આપી શકતા. જ્ઞાનભારતી માં આવા કેટલાય વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા. જેમની ફી ભરી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી. આવા વ્યથિત બાળકો પાસેથી ફી લેવાનું હું મુનાસીબ ના સમજતો. પુસ્તક ખરીદવા એમને મદદ કરીએ ત્યારે એમનો અભ્યાસ આગળ વધે. ક્યારેક આવા બાળકો મારી પાસે આવી ને એમની કૌટુંબિક કંકાસ ની વાતો પણ ખુલા દિલ થી મને કહેતા. આવી ખરાબ કૌટુંબિક પરિસ્થિતિ નું કારણ કે તારણ અંતે તો શરાબ જ હોય.

શરાબ ના વેપાર સાથે સંકળાયેલા બુટલેગરો શરાબ વેચી ને પૈસો ખુબ કમાણા પણ આ પૈસો કોઈની હાય લઇને ભેગો કર્યો છે. કોઈની કુટુંબ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી બનાવેલો આ પૈસો અંતે તો હરામ નો પૈસો છે. મોટા ભાગે દારૂના ગેરકાયદે વેચાણ માં હલકો રાજકારણી, ભષ્ટાચારી અધિકારી અને બુટલેગરોની સાઠ ગાંઠ જોવા મળતી હોય છે.આવી રીતે ખોટી કમાણી કરનાર બુટલેગર હોય કે ભ્રષ્ટાચારી અધિકારી હોય કે લૂખ્ખો રાજકારણી એમની ઓલાદ દમ વગર ની પેદા થાય. અને કદાચ ઓલાદ સારી હોય તો બૈરી બાધોકડી હોય અને બધું સારું હોય તો કુદરત કોઇ અલગ પીડા આપવાનું શરૂ કરે.

કુદરત ના કાનૂન અલગ છે. જે વાવો એ લણવા તૈયાર રહો.

લા  પી લા દે સાકી આ…?પ્રતીક મોરઝરીયા ની કલમે
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: