
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ પધારેલા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ. વેંકટેશન તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ રાત્રે સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી કૃષ્ણની સ્મૃતિ કરાવતા ગોપ રાસ તરીકે પ્રખ્યાત મિશ્ર રાસ, ગાંધીજીને અંજલિ આપતી રાસ પ્રસ્તુતિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, પરંપરાગત તમિલ ગાયક અને રંગમંચના કલાકારો દ્વારા નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તમિલ પારંપારિક નૃત્ય કાવડી અટ્ટમે અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

કાર્યક્રમના અંત ભાગમાં બન્ને સંસ્કૃતિઓના સુભગ સમન્વયરૂપ સુંદર નૃત્ય પ્રસ્તુતિ ‘વંદનમ અભિનંદનમ્ , સૌરાષ્ટ્ર તમિલ સંગમમ’ રજૂ કરવામાં આવી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે કાર્યક્ર્મની સમાપ્તિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી શ્રી રાજેશભાઈ ચુડાસમા અને રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા તેમજ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયા, પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા, રેન્જ આઈ.જી. શ્રી મયંકસિંહ ચાવડા સહિતના અધિકારીશ્રીઓ તથા અગ્રણીઓ અને સૌરાષ્ટ્રીયન તમિલ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન