———-
વેરાવળમાં શ્રી એમ.વેંકેટેશને સફાઈ કાર્મચારીઓની કોલોનીની પ્રત્યક્ષ મુલાકાત લીધી : સફાઈ કામદારોના પ્રશ્નો હલ માટે તત્પરતા દર્શાવી
———-
કોરોના સામેની લડાઇમાં સફાઇ કામદારોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે : શ્રી એમ. વેંકેટેશન

—-
કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા વિચાર વિમર્શ કરાયો
ગીર-સોમનાથ તા. -૧૮, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન શ્રી એમ.વેંકેટેશનના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લાના સફાઈ કામદારોના પ્રશ્નો નિવારણ માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ સહિતના અધિકારીઓ અને સફાઇ કામદારો સાથે બેઠક મળી હતી. બેઠક પૂર્વે શ્રી એમ. વેંકેટેશને સફાઈ કર્મચારીઓની કોલોનીની મુલાકાત લઈ, તેમના રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યાં હતા. આ સાથે તેમણે સફાઈ કામદારોના પ્રશ્નોનો હલ કરવા માટે તત્પરતા દર્શાવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રીએ કોરોના સામે લડાઇમાં સફાઇ કામદારોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કામદારોના પ્રશ્નોને પ્રત્યેક્ષ સાંભળીને તેનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં કાર્યરત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે.
સફાઈ કામદારોને અનુરોધ કરતા શ્રી વેંકેટેશને ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના “સ્વચ્છ ભારત” “સ્વસ્થ ભારત” ના આહવાનને સાકાર કરવા આપણા ગલ્લી, મહોલ્લા અને શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરવો જાઇએ. આપણું શહેર સ્વચ્છ હશે, તો નાગરિકો પણ સ્વસ્થ રહેશે. સરકારે આપણા શીરે સ્વચ્છતાની મોટી જવાબદારી સોંપી છે. જેને ખુબ ચોકસાઇથી પુર્ણ કરવીએ આપણી નૈતિક જવાબદારી છે. સાથો-સાથ તેઓશ્રીએ વાલ્મીકી સમાજના લોકોને સફાઇના કામથી વિપરીત અન્ય ક્ષેત્રમાં- આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું.
આ તકે સફાઇ કામદારના પી.એફ., લઘુતમ વેતનની જોગવાઇ, કોમ્યુનિટી હોલ, મેડીકલ રજા, આવાસ યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા જેવા પ્રશ્નો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સફાઇ વખતેની માસ્ક, ગ્લબ્સ સહિતની વસ્તુઓ કર્મચારીને પુરી પાડવા ઉપરાંત સફાઇ કર્મચારીઓનું રેગ્યુલર મેડીકલ ચેકઅપ થાય તેની કાળજી લેવા માટે શ્રી વેંકેટેશને જણાવ્યું હતું.
બેઠકના પુર્વે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેનશ્રીએ સફાઇ કર્મચારીઓની કોલોનીમાં પ્રત્યક્ષ મુલાકાત લઇ સફાઇ કર્મચારીઓની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ તેમણે કર્મચારીઓને ફરજ દરમ્યાનની કોઇપણ જાતની મુશ્કેલીઓને નિવારવા માટેની તત્પરતા દર્શાવી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા અને ચીફ ઓફિસર ડી.ડી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રીપાઠી, નિવાસી અધિક કલેકટર શ્રી બી.વી.લીંબાસીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પલ્લવી બારૈયા, નાયબ નિયામક શ્રી (અ.જા.) એ.જે.ખાચર, પ્રાંત અધિકારી શ્રી રાવલ, જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીઓ અને અગ્રણી સફાઇ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
—
Assistant Director of Information
(Gir-Somnath) Veraval
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ