
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુરતમાં ગત રાત્રીએ રોકાણ કર્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર આટલા સમય દરમિયાન અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા વચ્ચે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગેની ગોઠવણ પાક્કી થઈ ગઈ હતી. જોકે આ મામલે લાંબા સમયથી વાત ચાલતી હતી પરંતુ ગત રોજ તેના પર નક્કર મહોર લાગી હોવાનું માનવામાં આવે છે. હવે આગામી ગારિયાધારની સભા દરમિયાન અલ્પેશ કથિરિયા અને માલવિયા બંને આમ આદમી પાર્ટીમાં જોડાશે તે નક્કી થઈ ગયું છે.
અલ્પેશ કથિરિયાએ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે પાટીદારોના શહીદ પરિવારના સભ્યને નોકરી, આંદોલન દરમિયાનના કેસ પાછા ખેંચવા અને જે પોલીસ કર્મચારીઓ-અધિકારીઓએ આંદોલન સમયે ગેરકાયદે વર્તન કર્યું હતું તેમના સામે એક્શન લેવાય તેવી માગ કરતાં કહ્યું હતું કે, જે પાર્ટી આ માગો સ્વિકારશે અમે તેના તરફ છીએ. જોકે ભાજપ કે કોંગ્રેસ બંનેને બાદ કરતાં આમ આદમી તરફ આ પ્રકારની માગ સ્વિકારવા કે તે તરફ નિર્ણય કરવાનો વિશ્વાસ મળ્યા પછી તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. જોકે આ અંગે સત્તાવાર કોઈ વિગતો સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ કેજરીવાલે પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સુરતમાં 7 બેઠકો પર જીત મેળવશે. આ સાથે એ પણ જોવું રહ્યું કે સુરત જિલ્લા શહેરની મળીને કુલ 12 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017માં માનો કે સુરતે જ જાણે ભાજપને જીતનો ટેકો કર્યો હોય તેવી સ્થિતિ હતી, કારણ કે તે વખતે સુરતમાં પાટીદારોની ભાજપ પ્રત્યે નારાજગી ઘણી હતી અને માનવામાં આવતું હતું કે ભાજપને અહીંથી બેઠકો પર જીત મળશે નહીં પરંતુ કોણ જાણે છેલ્લી ઘડીએ સુરતમાં તમામ બેઠકો ભાજપના ખાતામાં પડી હતી અને ભાજપને ભવ્ય વિજય મેળવવામાં સફળતા મળી હતી. આ બાજુ ભાજપે પણ સુરતનું જાણે ઋણ રાખ્યું હોય તેમ સુરતની બેઠકો પર વિજય થનારા ધારાસભ્યોને મંત્રી પદ આપ્યા જેમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ, કનુભાઈ દેસાઈ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
હવે વાત કરીએ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે તો તેઓના આપમા જોડાતા આમ આદમી પાર્ટી સુરતની કામરેજ તથા વરછા બેઠક પર ભાજપને જબ્બરની ટક્કર આપશે. કારણ કે અલપેશ અને માલવિયા બંનેની ખાસ્સી પક્કડ છે, ખાસ કરીને પાટીદાર અને સ્વર્ણ વર્ગમાં. મતલબ કે આમ આદમી પાર્ટીને આ બે બેઠકો પર નક્કી ફાયદો થશે. ઉપરાંત પંડિતો એવું પણ માને છે કે આ બંને આમ આદમી પાર્ટી તરફથી આ બેઠકો પર ઉમેદવારી કરે તેવી પણ શક્યતા છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી