સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી —-
—- સુરક્ષા દળની જુદી-જુદી પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરાઈ —–
જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલે વ્યવસ્થાઓની સમીક્ષા કરી
ગીર સોમનાથ તા-૨૨, સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદનના કાર્યક્રમની રિહર્સલ યોજવામાં આવી હતી. જેમાં સુરક્ષા દળના જુદા- જુદા પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ યોજવામાં આવી હતી. આ રિહર્સલમાં જિલ્લા કલેકટર શ્રી રાજદેવ સિંહ ગોહિલે સદભાવના ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
આ સાથે નિવાસી અધિક કલેકટર શ્રી બી.વી. લીંબાચીયા, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી સહિત અધિકારીઓ સાથે યોગ્ય વ્યવસ્થા કરવા માટે ચર્ચા – વિચારણા કરી હતી. તેમજ કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને મંચ સુશોભન, બેઠક સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું
. ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન કોવીડ-૧૯ પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમો ટૂંકાવવાનું નકકી કર્યું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ