February 23, 2024

રાજપથ પર ડાન્સ પ્રસ્તુતિનો મોકો:દીવની રાઈસિંગ સ્ટાર ટીમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિજેતા; 26 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરશે

રાજપથ પર ડાન્સ પ્રસ્તુતિનો મોકો:દીવની રાઈસિંગ સ્ટાર ટીમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિજેતા; 26 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરશે
Views: 2589
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 35 Second

દીવ ખાતે ખૂબજ ઉત્સાહી ડાન્સ ગૃપ છે. જે રાષ્ટ્રીય સ્તરે ઘણીવાર પરફોર્મન્સ કરી ચૂક્યું છે. હાલ રાઈસિંગ સ્ટારની પસંદગી પ્રજાસત્તાક દિન 2023ના રોજ દિલ્હી રાજપથ પર પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરવા માટે થઈ છે. દિલ્હી ખાતે વંદે ભારતમ્ 2023 ભારત સરકાર દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા આશરે 170 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં થી દીવની રાઈસિંગ સ્ટારની ટીમ પસંદગી પામી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ખૂબજ ઉત્સાહી ડાન્સ ગૃપ છે. જે રાષ્ટ્રીય સ્તરે ઘણીવાર પરફોર્મન્સ કરી ચૂક્યું છે. હાલ રાઈસિંગ સ્ટારની પસંદગી 26 જાન્યુઆરી 2023ના રોજ દિલ્હી રાજપથ પર પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરવા માટે થઈ છે. રાઈસિંગ સ્ટારની દિલ્હી રાષ્ટ્રીય સ્તરે પસંદગી પહેલા તેઓએ અમદાવાદમાં રાજ્ય સ્તરે પછી વેસ્ટ ઝોન સ્તર ઉદયપુર ખાતે પરફોર્મન્સ કર્યું હતું. ત્યાં પસંદગી પામ્યાબાદ 20 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાઈસિંગ સ્ટાર વિજેતા બની હતી.

રાજપથ પર ડાન્સ પ્રસ્તુતિનો મોકો:દીવની રાઈસિંગ સ્ટાર ટીમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિજેતા; 26 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરશે

દિલ્હી ખાતે વંદે ભારતમ્ 2023 ભારત સરકાર દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા આશરે 170 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં થી દીવની રાઈસિંગ સ્ટારની ટીમ પસંદગી પામેલ છે. આ ટીમમાં ટ્વિન્કેશ હસમુખલાલ બામણીયા, ફેજાન કાદર કુરેશી, ઈશાન પ્રાણ, શીવાન્શુ સુરેશ, કૃણાલ સંજય, ઉત્તમ સંજય, રિન્કેશ દિલીપ બારીયા તથા મિરલ કરશન એમ આ આઠ યુવાનોએ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. રાઈસિંગ સ્ટારના યુવાનોએ તેમના પરિવારનું જ નામ નહિ પરંતુ દીવનું નામ પણ રોશન કર્યું હતું. આ સાથે સંઘપ્રદેશ પ્રશાસનનું પણ ગૌરવ વધાર્યું છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author