
દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ભેળસેળીયાઓ બેફામ થઈ જતા હોય છે. જોકે તહેવારો સિવાયના દિવસોમાં સુસુપ્ત અવસ્થામાં જોવા મળતું તંત્ર પણ આ દિવસો દરમિયાન સતર્ક થાય છે તેટલું પણ બિરદાવા લાગય તો છે જ. દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં મીઠાઈઓ બનાવવમાં આવતી હોય છે દર વર્ષે તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યા પર તવાઈ બોલાવીને ભેળસેલ અને અખાદ્ય સામાગ્ર ઝડપી પાડતા હોય છે. ત્યારે રાજકોટમાં મનપાની ટીમ અને શહેર પોલીસ દ્વારા દિવાળી પહેલા એક મોટી કાર્યવાહી કરી છે. જેમાં લાખો રૂપિયાનું ભેળસેળવાળુ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે.
રાજકોટ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી કે રોજકોટના તરઘડી વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભેળસેળયુક્ત ઘીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. માહિતીના આધારે ફૂડ વિગાભે પોલીસની સાથે રાખીને તરધડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીનના કારખાનામાં તપાસ હાથ ધરતા સ્થળ પરથી 13 લાખની કિંમતનું ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દિવાળી જેવા તહેવારો નજીર આવતા વધારે પૈસા કમાવવાની લાલચમાં ભેળસેળિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને લોકોના સ્વાસ્થય સાથે ચેળા કરતા હોય છે. મનપાના ફૂડ વિભાગે જે જગ્યા પર દરોડા પડ્યા હતા, તે જ કારખાનામાં ગત વર્ષે પણ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. એક મહિના અગાઉ પણ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા ન્યુ સોમનાથ ઈન્ડ.માંથી દિવાબત્તીના વપરાશ કરવાના નામે ભેળસેળયુક્ત ઘી વેચતા હોવાની માહિતી મળતા ફૂડ વિભાગે તવાઈ બોલાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી