
ગિરગઢડાના ટેભા ગામે રહેતાં બહેનની ઘરે ગયેલા ઉનાના એલમપુર ગામે રહેતાં ભાણજીભાઈ જાદવભાઈ મકવાણા (ઉં.વ.35) અને તેનો પુત્ર રોહિત (ઉં.વ.7) ઘરે પરત ફરતાં હતા. ત્યારે ટેભા અને ધમાચાની વચ્ચે બાઇક સ્લીપ થતાં બન્ને પિતા-પુત્ર રોડ પર પટકાયા હતાં. બન્નેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં બન્નેની તબિયત લથડતાં રોહિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બાદમાં તેના પિતા ભાણજીભાઈની પણ તબિયત લથડતાં તેમને પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ગિરગઢડા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

વીંછિયાના વાંગધ્રા ગામમાં મારામારીનો બનાવ બન્યો
વીંછિયા તાલુકાના વાંગધ્રા ગામે મારામારીનો બનાવ બન્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગામના સરપંચ પ્રતિનિધિ પાસે કોઝ-વેનો વર્કઓર્ડર સમજાવા બાબતે ગ્રામજનો સાથે મારામારી થઈ હતી. કોઝ-વેના બાંધકામમાં ગેરરીતિને લઈ ગ્રામજનોએ સરપંચના પ્રતિનિધિ પાસે વર્કઓર્ડર માગ્યો હતો. જોકે, સરપંચના પ્રતિનિધિએ લોખંડના પાઈપથી મારામારી કરી હતી. આ બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. આ બનાવને લઈને બે લોકો વિરૂદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ચાઈનીઝ દોરી વેચતી મહિલા સહિત 4ની ધરપકડરાજકોટ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક મહિલા સહિત કુલ 4 વેપારીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભક્તિનગર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે વેપારી હિતેષ ઠકરારની ધરપકડ કરી છે. શહેરના ગોપાલનગર વિસ્તારમાં જીવનધારા જનરલ સ્ટોરમાં વેપારી ચાઈનીઝ દોરી વેચતો હતો. જેથી પોલીસે તેની પાસેથી કુલ 6 ચાઈનીઝ દોરીની રીલ કબ્જે કરી કુલ 1400નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેર એલસીબીએ પણ બે વેપારીની ધરપકડ કરીજ્યારે બી ડિવિઝન પોલીસે છાયાબેન ઉમરાણીયા પાસેથી તેમના ગોડાઉનમાંથી કુલ 28 નંગ ચાઈનીઝ દોરીની રીલ સાથે કુલ 6800ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર એલસીબી ઝોન 1 ટીમ દ્વારા દૂધસાગર રોડ પરથી વેપારી સતિષ અને પરેશ ઠક્કરની ધરપકડ કરી તેની પાસેથી 13,750 કિંમતની 55 નંગ ચાઈનીઝ દોરીની રીલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન