આજરોજ વેરાવળ તિબેટીયન માર્કેટ ખાતે ભારત તીબ્બત સમન્વય સંઘ ગીર સોમનાથ જિલ્લાના મહિલા વિભાગ અધ્યક્ષા બહેન શ્રી નંદુબેન ભમ્મર તથા મહામંત્રી શ્રી ચંદ્રિકાબેન સિકોતરિયા દ્વારા તિબેટીયન લોકો સાથે મળીને પરમ આદરણીય શ્રદ્ધેય રજ્જુભૈયા ના જન્મદિવસની ઉજવણી સિંગ અને ગોળની ચીકી વહેંચીને કરવામાં આવી. તે લોકોએ પવિત્ર ખેસ દ્વારા નંદુબેન તથા ચંદ્રિકાબેન નું સન્માન કર્યું તેમજ સંવાદ કરતાં એ સમજાયું કે તિબ્બત ના આ રેફ્યુજી જીવન જીવતાં લોકો કેવી મન:સ્થિતી માથી પસાર થઈ રહ્યા છે અને આઝાદી નું મુલ્ય શું છે. કાર્યક્રમ ના અંત અમે સૌએ સાથે મળીને કૈલાશ માનસરોવર અને તિબ્બત ની મુક્તિ માટે પ્રાર્થના કરી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી