September 30, 2022

‘રક્તદાન એ જ મહાદાન’: ઉનામાં વડાપ્રધાન
મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનશન
કેમ્પનું આયોજન કરાશે

‘રક્તદાન એ જ મહાદાન’: ઉનામાં વડાપ્રધાન<br>મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનશન<br>કેમ્પનું આયોજન કરાશે
Views: 150
0 0

Share with:


Read Time:2 Minute, 22 Second

ભારતીય જનતા યુવા મોરચાના જીલ્લા અધ્યક્ષ હિતેશભાઇ ઓઝાની આગેવાની હેઠળ પ્રેન્સ કોન્ફરન્સ રાખવામાં આવી
હતી. જેમાં જિલ્લા યુવા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીની જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા.17ના જન્મદિવસ નિમત્તે વિશ્વ રેકોર્ડ સ્થાપવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે યુવા મોરચ દ્વારા આગામી કાર્યક્રમો તારીખ 17 સપ્ટે. શનિવારે બ્લડ ડોનેશન કેમ્પ અને તા. 25 સપ્ટેના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના રોજ મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવશે.
દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે તા.17મી સપ્ટેમ્બરના રોજ ભારતીય
જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સમગ્ર રાજ્યની અંદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારે
ઉના શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ સમાન
આ રક્તદાન કેમ્પનું આયોજન તા. 17 શનિવારે સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી માધવબાગ
વાડી ખાતે રાખવામાં આવેલ છે. આ મહારક્તદાન કેમ્પમાં તમામ નવયુવાન ભાઈઓ-બહેનો, વડીલોને માનવ જીવનના
શ્રેષ્ઠ એવા રક્તદાન કેમ્પમાં જોડાવા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જણાવામાં આવ્યું છે. આ તકે પૂર્વ ધારાસભ્ય
કાળુભાઇ રાઠોડ, પ્રમુખ તાલુકા ભાજપ બાબુભાઇચૌહાણ, શહેર પ્રમુખ મિતેષભાઈ શાહ, તાલુકા યુવા પ્રમુખ
સંજયભાઈ બાંભણિયા, શહેર યુવા પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

‘રક્તદાન એ જ મહાદાન’: ઉનામાં વડાપ્રધાન<br>મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનશન<br>કેમ્પનું આયોજન કરાશે

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: