
નવી દિલ્હી: તૌકતે વાવાઝોડા પછી હવે દેશ પર યાસ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડુ તોફાનમા બદલાશે. મંગળવાર સુધી તોફાન તાકાતવર બની શકે છે. વાવાઝોડા સામે લડવા માટે આર્મી, નેવી અને એરફોર્સે કમર કસી લીધી છે. ત્રણેય સેનાઓએ નુકસાનની આશંકાને જોતા કેટલીક ટીમ તૈનાત કરી છે.
યાસ ઉત્તરી ઓરિસ્સાના પારાદીપ અને પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. આ 26 મેએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાઇ શકે છે. તોફાનના એલર્ટને જોતા રેલ્વેએ 24થી 29 મે સુધી 25 ટ્રેન રદ કરી દીધી છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા અને પૂર્વી મિદનાપુરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોચાડવાનું કામ શરૂ થઇ ગયુ છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 85 ટીમ 5 રાજ્યમાં તૈનાત કરી છે. તોફાનથી સૌથી વધુ નુકસાન પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં થઇ શકે છે.
IMD અનુસાર અહી 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઝડપી હવા ચાલી શકે છે. તોફાનને કારણે 25 મેએ બંગાળના મેદિનીપુર, 24 પરગણા અને હુગલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. તે બાદ 26મેએ નાદિયા, બર્ધમાન, બાંકુરા અને પુરૂલિયા અને બીરભૂમમાં ભારે વરસાદ પડી શકે છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ