મોરબીમાં આજે રવિવારે પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો સાથે દુર્ઘટના સર્જાઈ છે. મોરબીનો ઝુલતો પુલ તૂટતા અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પડી ગયા હતા. બ્રિજ પર લગભગ 500 લોકો હોવાનો અંદાજ છે. હાલમાં લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશ પંચાલે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ બ્રિજ મહાનગરપાલિકાની માલિકીનો છે. આ પુલ તેના પર 100 થી વધુ ક્ષમતાની ભીડ ભેગી થવાને કારણે તૂટી પડ્યો હોવાનું જણાય છે. મેન્ટેનન્સ બાદ આ બ્રિજ ગત રોજથી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલ ઘટના સંદર્ભે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી