
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ ગેરકાયદે બાંધકામ સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા છ જિલ્લાની પોલીસના બંદોબસ્ત સાથે દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી ત્યારે હવે પોરબંદરમાં પણ મોટા પ્રમાણમાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે પોરબંદરમાં લોકો દ્વારા આ ડિમોલેશનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં ડિમોલેશનની કાર્યવાહી રોકવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરના મેમણવાડ વિસ્તારમાં ગઇકાલે મેગા ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશન કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોની સંખ્યા વધી જતાં પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ ટિયર ગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો, ત્યાર બાદ પરિસ્થિતી વધુ ન વણસે તે માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ડિમોલેશન થઈ રહ્યું છે તે વિસ્તારમાં શાંતિ ન ડહોળાય અને કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવા માટે પોલીસ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. સવારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને ટિયર ગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો અને પોલીસ અને લોકોના ટોળાં વચ્ચેના આ ઘર્ષણમાં કેટલાક લોકો ઘાયલ થાય હોવાની પણ માહિતી સામે આવી છે. આ ઘટના બાદ પણ વાતાવરણ તંગ હોવાને કારણે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન