
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્રવવિધા પ્રતિષ્ઠાનમ એસ.જી.વી.પી અમદાવાદ સંચાલિત દ્રોણેશ્વર ગુરુકુળનું તા. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસે સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં ધો. 1થી 12ના ગુજરાતી માધ્યમનું અતિ આધુનિક અધ્યતન શૈક્ષણિક સંકુલ ચાલી રહ્યું છે. જ્યાં બાળકોને નિજી વ્યક્તિત્વને ખીલાવવાનું જીવન મુલ્યોની પ્રયોગ શાળા આનંદમય વાતાવરણ શાંતિ વિશ્વબંધુત્વ ભાવના વચ્ચે બાળક પાંગરે ઉછેર થાઈ શારીરીક, માનસીક બૌદ્ધિક અને આધ્યાત્મિક જીવન સંસ્કૃતિ રાષ્ટ્રિય સમર્પણ સાથે યુવા માણસને પ્રજ્વલિત કરીને સમાજને માર્ગદર્શન બની શકે તેવાં હેતુ સાથે પૂજય બાલકૃષ્ણ દાસજી સ્વામી, પૂજય માધવ પ્રિયદાસજી સ્વામીનાં નેતૃત્વમાં ચાલતાં વિશાળ ગ્રાઉન્ડ અને દ્રોણેશ્વર ચેકડેમ સામે આવેલ આજુબાજુ ૪૦થી વધુ ગામોને સાંકળી બનાવેલ ગુરુકુળ ખાતે આગામી ૧૪ જાન્યું. મંકરસંકાત દિવસે ભવ્યાતિભવ્ય મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે કાર્યક્રમનો આરંભ ગૌવંશ પૂંજન મંત્ર જાપ સંતો હરીભક્તોને સાથે રાખી કરાશે. હિન્દુધર્મનાં પ્રથમવાર ચાર વૈદિક ગ્રંથો મૂર્તિ પુજન વિદ્વાન પંડિતો પાંચ દિવસ મંત્રના વૈદનું પ્રચારણ થશે જ્ઞાન બે પ્રકારના થશે. દક્ષિણ ભારતનાં પંડિત દ્વારા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વૈદિક વિધાન સાથે કરશે. ગુરુકુળ દ્વારા પાંચ ગામોમાં ઈટવાયા, વાજડી, પડા, વાવરડા સહિતના હરી મંદીરોનાં ઉત્સવ સાથે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવશે.

25 કુડી જ્ઞાન વિધી વિદાનથી કરાવશે અને વૈદીક પૂજા સાથે ઉત્સવ ઉજવાશે. તા.14ના રોજ સર્વો રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી નામાંકિત તબીબ દ્વારા દર્દીને નિઃશુલ્ક સારવાર અપાશે. તેમજ દવા પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે. તા. 16 અને 17 બે દિવસ રક્તદાન શિબિર કેમ્પ યોજાશે. જેમાં શિરમ પ્લેટ લેટ તેમજ ગૃપ મુજબ બ્લડ ડોનેશન કરાશે અને વર્ષ દરમિયાન બધી સંસ્થાઓ દ્વારા બે વખત કેમ્પ થતાં રહેશે. આ ઉપરાંત અમદાવાદ હોસ્પિટલનાં આયુર્વેદિક ડોક્ટરની ટીમ પણ પાંચ દિવસ સુધી લોકોની માનવ સેવાના કાર્યો કરશે. બાળકોના અભ્યાસને ધ્યાને રાખીને ગુરૂકુળમાં શિક્ષણનું ધડતર કરવા માટે નિષ્ણાત તજજ્ઞો છાત્રોની સારસંભાળ રાખશે.

વિશેષ ગુરુકુળના પ્રતિભાવી વિદ્યાર્થીઓ યોગ સાંસ્કૃતિક અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ સાથે સ્પોર્ટ્સનાં ખેલાડીઓ રાજ્ય, જિલ્લા અને નેશનલ કક્ષાએ યુનિવર્સિટીના નેશનલ પ્લેયરની ઉજવવલ પ્રતિભાને બિરદાવવા તેનું સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવશે. એકાદશીએ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મ સંમેલન ગૌવંશ પૂંજન, વૈદ અભિક્ષેક, સાંસ્કૃતિક કાર્યક્રમ બાળા અને બાળકોના અલગ અલગ ઝાંખીની ઝલક જોવા મળશે. તેમજ રાસ ગરબાની રમઝટ નગર યાત્રા સહિતના પાંચ દિવસ સુધી ગુરુકુળમાં મહોત્સવ ઉજવાશે. તેમાં ઉના ગીરગઢડા તાલુકાના આજુબાજુના તેમજ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશનાં મહાનુભાવો શિક્ષણક્ષેત્રેનાં મહાનુભાવો તબીબ સેવાઓ સાથે સંકળાયેલ મહાનુભાવો સંતો સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે ગુરુકુળનાં સંતો પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ. હાલમાં દ્રોણેશ્વર ગુરુકુળમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રંગબેરંગી લાઈટ તેમજ ખીલી ઊઠેલાં વિવિધ વૃક્ષો અને હરિયાળી ક્રાંતિ વચ્ચે ગુરુકુળ ઝળહળી ઊઠ્યું છે.

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન