
ગીર સોમનાથ જિલ્લાના ઊના પંથકમાં તાઉ-તે વાવાઝોડાથી મકાનો અને ખેતી બાગાયતી પાકોને નુકસાન થતા સમગ્ર વિસ્તારની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગરાળ ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી મુલાકાત પૂર્વે ગ્રામજનોએ પ્રતિભાવ આપ્યો હતો.
ગામના અગ્રણી મનુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, વિનાશક વાવાઝોડાથી ખુબ નુકસાન થયું છે. પરંતુ સદનસીબે લોકો બચી ગયા છે. ગામના સરપંચ પરિવારના મનુભાઇ સોલંકી અને તલાટી મંત્રીશ્રી દિનેશભાઇ ડાભીએ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તા.૧૭મીએ રાત્રીના ઢોલ પીટીને સૌને સાવચેત કર્યા હતા. જેથી લોકો કાચા મકાનમાંથી નીકળી પ્રા.શાળા અને પાકા મકાન ધરાવતા સગા-સંબધીઓને ત્યાં સુરક્ષિત રહ્યા હતા.
ગામના યુવાન જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમારા પ્રત્યે સંવેદના દાખવવામાં આવી છે. અમને મદદ કરવા તૈયારી બતાવતા રાહત થઇ છે. દસ વર્ષના બાળક જય પ્રદીપભાઇએ પણ વાવાઝોડાની આપવીતી બાળ સહજ ભાવે કહી મુખ્યમંત્રીશ્રી અમારા ગામને મદદ કરવા આવ્યા છે તેમ કહ્યું હતું
આ ઉપરાંત ગરાળ ગામના બળવંતભાઇ રાઠોડે, દોલુભા વાળા સહીતના ગ્રામજનોએ પણ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત અંગે રાજીપો વ્યક્ત કરી રાજ્ય સરકાર અમારી સાથે છે તેમ જણાવ્યું હતું.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ