
ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના પાકીસ્તાન જેલમા કેદ માછીમારોના પરિવારજનોની એક અગત્યની મીટીંગનું આયોજન ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 500થી વધુ માછીમાર પરિવારોના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ મીટીંગમાં હાલ પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા માટે ધારાસભ્ય કાળુ રાઠોડે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવાની અને માછીમાર ભાઈને વતન પરત લાવવાની ખાત્રી આપી હતી. તેમજ માછીમાર પરિવારોને કોઈપણ જાતની તકલીફો હોય તો તે દુર કરવા અને આવા માછીમાર પરિવારોને આર્થિક સહાય સહીત તમામ બાબતોમાં મદદ કરવાની બાંહેધરી આપી હતી.

કમાયેલા પૈસાની બચત કરવા ધારાસભ્યની અપીલ
આ સિવાય કાળુ રાઠોડે જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીની દહેશત વચ્ચે સૌને વેક્સીનના બે ડોઝ તથા બુસ્ટર ડોઝ લય લેવાની ખાસ અપીલ કરી હતી. પાકીસ્તાની જેલમાં બંધ મોટાભાગના માછીમારો કોળી સમાજમાંથી આવે છે. જેથી કોળી સમાજ સહીત તમામ સમાજના લોકોને લગ્નમાં થતા બીન જરૂરી ખર્ચાઓ બંધ કરી દીકરી દીકરાના લગ્ન પ્રસંગો સમૂહ લગ્નોત્સવમાં જોડાઈને પૈસાનો વેડફાટ અટકાવી, કાળી મજુરી કરીને કમાયેલા પૈસાની બચત કરવા પણ ધારાસભ્ય કાળુ રાઠોડે અપીલ કરી હતી.

ગરમ નાસ્તો તથા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી
આ માછીમાર પરિવારોની મીટીંગમાં આવેલા તમામ ભાઈ-બહેનો માટે ગરમ નાસ્તો તથા ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ મીટીંગમાં જીલ્લા પંચાયત ગીર સોમનાથના બાંધકામ સમિતિના ચેરમેન રૂડા શીંગડ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનીધી સામત ચારણીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુ ચૌહાણ, જીલ્લા પંચાયતના સદસ્ય લખમણ બાંભણિયા, બાબુ બાંભણિયા, દેલવાડા સરપંચના પ્રતિનિધિ વિજય બાંભણિયા સહીતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાળુભાઇ અમારે વ્હારે આવ્યા: મહીલા
નાથળ ગામે રહેતી મહીલાએ જણાવ્યું કે, મારા બે દિકરા પાક. જેલમાં પાંચ પાંચ વર્ષથી છે. પણ કોઇ અમારી વાત સાંભળતુ નથી કાળુભાઇએ અમારી વ્હારે આવી મદદ કરી રહ્યાં છે.

જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી આર્થિક મદદ કરીશ: કે.સી. રાઠોડ
ઊનાના ધારાસભ્ય કે.સી. રાઠોડે આ મીટીંગમાં માછીમાર પરિવારોને જણાવ્યું કે, કોઇ પરિવારોને નાની મોટી આર્થિક સહાય ખાર્ધચિજ વસ્તુઓની જરૂર પડે ત્યારે હું મદદ કરીશ. જ્યાં સુધી માછીમાર પાક. જેલમાંથી મુક્ત થઇને ન આવે ત્યાં સુધી તમામ વ્યવસ્થા કરી આપીશ તેવું કહેતા માછીમાર પરિવારજનોએ ખુશીની લાગણી અનુભવી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન