
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર મલ્લિકાજુર્ન ખડગેએ રાજીવગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, તેમણે અમદાવાદમાં ગાંધી આશ્રમ જઈને અહિયાં પોતાના પ્રચાર કેમ્પેઇનની શરૂવાત કરવા આવ્યા છે.
કાર્યકમમાં સાથે આવેલા અર્થશાસ્ત્રના નિષ્ણાંત ડૉ. ગૌરવ વલ્લભ પંચે પત્રકારોને સંબોધતા કહ્યું કે, “અમે અમે ગાંધી અને સરદારની ભૂમિ ગુજરાતને નમન કરવા, આ માટીને માથે લગાવવા આવ્યા છે. બાપુ અને સરદારની પરંપરા અને લોક પરંપરા અનુસાર અધ્યક્ષની પસંદગી માટે અહિયાંથી કેમપેઈનની શરૂવાત કરવા આવ્યા છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના 9300 PCC મત આપી અધ્યક્ષની પસંદગી કરશે. ખડગે 50 વર્ષથી રાજનીતિમાં સક્રિય છે તેઓ 9 વખત ચૂંટાઈને ધારાસભ્ય, સાંસદ અને હાલ રાજ્યસભામાં છે.”
પત્રકાર પરિષદને ખડગેએ સંબોધતા જણાવ્યું કે, “અમે ચૂંટણી પ્રચાર અમદાવાદથી પ્રારંભ કરવા આવ્યા છે. જે ગાંધી અને સરદારની પવિત્ર ભૂમિ ગુજરાત છે. જેમણે આપણને આઝાદી અપાવી તેવા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમના દર્શન લેવા અને જેમને દેશના 562 દેશી રજવાડાઓને જોડવાનુ અને ખાસ કરી અમારું હૈદરાબાદ-કર્ણાટક તે વખતે જોડ્યું તેવા સરદારની ભૂમિ પર આવ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “આ અધ્યક્ષની ચૂંટણી આંતરિક છે ઘરની અંદરની છે. એટલે ડેલિગેટ, લીડર, કાર્યકર્તા પાસે પોતાની વાત મુકવા આવ્યા છે દરેકને મળી આનંદ થયો. આ ચૂંટણી હું જાતે નથી લડતો પણ કૉંગેસના સિનિયર નેતા, મોટા નેતા જે મોટા પદ પર કામ કરી ચુક્યા છે તેમના દબાણો અને કાર્યકરતાએ મને મજબુર કર્યો કે સોનિયા ગાંધી કે ગાંધી પરિવારના કોઈ સભ્ય ચૂંટણી લડવાના નથી તેથી મને દબાણ કરી ચૂંટણી લડાવામાં આવી છે. કોંગ્રેસ જે વિચાર ધારા પર ચાલે છે તે આગળ વધારવનું કામ કરી શકું એટલે હું આ ચૂંટણીમાં ઉતર્યો છું.”
ખડગે એ વધુમાં પોતાના જીવનના 50 વર્ષથી વધુ સમય રાજકીય કારકિર્દીમાં અલગ પદો, હોદ્દા, રાજ્યમાં વિવિધ વિભાગોમાં કામ કર્યા તેના વિષે જણાવ્યું તેમને સારી વાતો શીખી આગળ વધવું જોઈએ તેમ પણ જણાવ્યું.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી