February 23, 2024

મતદારયાદી સુધારણાની ખાસ ઝૂંબેશમાં કુલ ૨.૩૦ લાખથી વધારે ફોર્મ સ્વીકારવામાં આવ્યા

મતદારયાદી સુધારણાની ખાસ ઝૂંબેશમાં કુલ ૨.૩૦ લાખથી વધારે ફોર્મ સ્વીકારવામાં આવ્યા
Views: 1139
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 47 Second

નવા દાખલ થયેલા મતદારો પૈકી ૧૮ થી ૧૯ વર્ષના ૧૩,૮૧૮ અને ૨૦ થી ૨૯ વર્ષના ૧૦,૩૬૯ યુવા મતદારો

ખાસ ઝૂંબેશના અંતિમ રવિવારે કુલ ૭૨,૬૩૫ ફોર્મ સ્વીકારાયા

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રવિવારના દિવસે ચલાવવામાં આવેલી મતદાર યાદી સુધારણાની ખાસ ઝૂંબેશનો વડોદરા શહેર અને જિલ્લાના યુવાનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો છે. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૪,૧૮૭ નવા મતદારોએ નામ નોંધાવ્યા છે. તે પૈકી ૧૮ થી ૧૯ વર્ષના ૧૩,૮૧૮ અને ૨૦ થી ૨૯ વર્ષના ૧૦,૩૬૯ યુવા મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નોંધાવ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અતુલ ગોરે ઉક્ત બાબતની માહિતી આપતા કહ્યું કે, “આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને તંત્ર દ્વારા ગત રવિવાર એટલે કે તા. ૧૧ સપ્ટેબર સુધી ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. તે અંતર્ગત રવિવારે શહેર-જિલ્લાના તમામ મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર દ્વારા મતદારયાદીલક્ષી ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી હતી. ખાસ ઝૂંબેશના ભાગરૂપે કુલ ૨ લાખ ૩૦ હજાર ૩૭૩ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જે પૈકી અંતિમ રવિવારની ઝૂંબેશમાં કુલ ૭૨,૬૩૫ ફોર્મ સ્વીકારાયા હતા.

આ ખાસ ઝૂંબેશ અંતર્ગત અંતિમ દિવસે એટલે કે ગત રવિવારના દિવસે જ ૪૮,૩૮૯ લોકોએ પોતાના ચૂંટણીકાર્ડ સાથે આધારનંબર લિંક કરાવ્યા હતા. જ્યારે આ ઝૂંબેશ દરમિયાન કુલ ૧ લાખ ૬૧ હજાર ૧૯૯ મતદારોએ ઈ.પી.આઈ.સી. સાથે આધાર નંબર સાથે લિંક કરાવ્યા છે. તેની સાપેક્ષે આ કાર્યક્રમમાં કુલ ૮૩૧૫ ફોર્મ મતદારયાદીમાંથી પોતાના નામ કમી કરાવવા માટે પણ મળ્યા છે.

તદઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા કરવા માટે રવિવારના દિવસના ૧૨,૨૮૬ સહિત આ ઝૂંબેશમાં કુલ ૩૦,૨૪૧ લોકોએ અરજી કરી છે. જેમાં સરનામા ફેરફાર, નામ-અટક ફેરફાર, તસવીરો બદલાવવા માટે પણ અરજીઓ કરવામાં આવી છે.

વડોદરા શહેર-જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ૨વિવારના રોજ ખાસ ઝૂંબેશના ભાગરૂપે શહેરના ૧૨૬૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૩૨૨ સહિત કુલ ૨૫૮૯ મતદાન મથકો ખાતે નિમાયેલ બુથ લેવલ ઓફીસર દ્વારા સવારથી સાંજ સુધી મતદાર યાદીમાં નામ નોંધણી, કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા, આધાર લીંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

મતદારયાદી સુધારણાની ખાસ ઝૂંબેશમાં કુલ ૨.૩૦ લાખથી વધારે ફોર્મ સ્વીકારવામાં આવ્યા

આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ને ધ્યાને રાખી તા.૦૧.૧૦.૨૦૨૨ ની લાયકાતની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં તા.૧૨.૦૮.૨૦૨૨ થી તા. ૧૧/૦૯/૨૦૨૨ સુધી આ ઝૂંબેશ ચાલી હતી. જેમાં દર રવિવારે બી.એલ.ઓ. મતદાન મથક પર બેસી ફોર્મ નં

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author