
વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વગર શાંત વાતાવરણમાં યોજાય અને કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી કલમ-૧૨૬ અનુસાર મતદાન વિસ્તારમાં ચૂંટણી માટેનું મતદાન પૂરુ કરવા નિયત કરેલા સમયે પૂરા થતા ૪૮ (અડતાલીસ) કલાકના સમય દરમિયાન કોઈ વ્યક્તિએ મતદાન વિસ્તારમાં જાહેરસભા બોલાવવી, ભરવી કે તેમાં હાજરી આપવી નહીં. સભા બોલાવવી કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે તેમજ મતદારના વ્યક્તિગત સંપર્ક દરમિયાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા પ્રવચનો કરવા નહીં.
ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થતાં રાજકીય પદાધિકારોએ ચૂંટણી પ્રચારના અંત પછી તાત્કાલિક ધોરણે મતદાન વિભાગ છોડી દેવાનો રહેશે તેમજ મતદાર વિભાગની હદમાં મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધિત પોલીસ સ્ટેશને નોંધ કરાવવાની રહેશે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન