
ગીર સોમનાથ, તા.૧૬: ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણી નિમિત્તે ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે અંગે લોકોમાં જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ જિલ્લાની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે ૨.૦૦.૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ ૧૦૦% મતદાન કરવા સંકલ્પ પત્રો ભર્યા હતાં.

આ ઉપરાંત ગત ચૂંટણીમાં તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે અને ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય એવા કોડીનાર તાલુકાના કોબ, તડ, સનવાવ, જરગલી, આંબાવાડ, વડનગર, વેલણ જેવા મતવિસ્તારમાં અવસર રથ દ્વારા તમામ ઓછા મતદાન વાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યાએથી રથ પસાર થયો તે વિસ્તારના લોકોને મતદાનની અગત્યતા સમજાવીને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરાયો હતો.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી