Sorath Ni Dharohar

News Channel of India

મતદાનના દિવસે કારખાના-બિલ્ડિંગ અને અન્ય શ્રમયોગીઓને મળશે સવેતન રજા

<strong>મતદાનના દિવસે કારખાના-બિલ્ડિંગ અને અન્ય શ્રમયોગીઓને મળશે સવેતન રજા</strong>
<strong>મતદાનના દિવસે કારખાના-બિલ્ડિંગ અને અન્ય શ્રમયોગીઓને મળશે સવેતન રજા</strong>

ગીર સોમનાથમાં તારીખ ૦૧-૧૨-૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૪૮ હેઠળના કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલ સંસ્થા/સાઈટો પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શ્રમયોગીઓને સવેતન રજા મળશે.

            આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે શ્રમયોગીઓ તેમજ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે શ્રમયોગી પગાર મેળવવાનો હક ધરાવતો ન હોય તેવા સંજોગોમાં જે વ્યક્તિની રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય એટલો પગાર ચૂકવવાનો રહેશે.

            સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ કર્મચારીઓને મતાધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ માલિક, કારખાનેદાર ઉપરોક્ત જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવું નાયબ નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી જૂનાગઢની અખબાર યાદીમાં જણાવાયું છે.


<strong>મતદાનના દિવસે કારખાના-બિલ્ડિંગ અને અન્ય શ્રમયોગીઓને મળશે સવેતન રજા</strong>