
રાજ્યમાં એમિક્રોનના નવા વેરીઅન્ટની દસ્તક સામે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સામે આરોગ્ય વિભાગ પણ સક્રિય થયો હોય તેમ નવા વેરીયન્ટ સામે તકેદારીના પગલા ભરવા માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હાલ તંત્ર દ્રારા કોરોના ટેસ્ટીંગનો પ્રારંભ કરાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે ઊના પંથકમાં 40 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો નથી. સરકાર અને તંત્ર દ્રારા બુસ્ટરડોઝ લેવા વારંવાર અપીલ કરાય હોવા છતાં પણ બુસ્ટર ડોઝ લેવામાં આળક કરી હોવાનું સામે આવી રહ્યું છે.
કોવીશીલ્ડ વેક્સીનનો 300 જેટલી વાઇલનો જથ્થો એક્સપાઇર થઇ ગયો
આ સમગ્ર બાબતે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો.વિપુલે જણાવેલ હતુ કે ઊના- ગીરગઢડા પંથકમાં આર ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. પરંતુ પુરતા બેડ ઓક્સીજન પાઇપ લાઇનથી કાર્યરત ન હોવાનું જાણવા મળી રહ્યુ છે. હા ઓક્સીજન પ્લાન્ટ તો કાર્યરત છે. અને ટુંક સમયમાં તમામ બેડ ઓક્સીજન પાઇપ લાઇનથી કાર્યરત થઇ જશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. ત્યારે સૈથી ચોકાવનારી બાબતએ છેકે ઊના આરોગ્ય વિભાગ પાસે કોવીશીલ્ડ વેક્સીનનો 300 જેટલી વાઇલનો જથ્થો એક્સપાઇર થઇ ગયો અને સામે કોવેક્સીનનો 1200 ડોઝનો સ્ટોક છે.
પરંતુ ઉના પંથકમાં સૌથી વધુ કોવીશીલ્ડનો વપરાશ મોટાભાગે થયો હોય પરંતુ કોરોના હવે નથી તેવું સમજી લોકો વેક્સીન અંગે પુછપરછ પણ કરતા નથી. પરંતુ છેલ્લા અઠવાડીયાથી લોકો વેક્સીન માટે સેન્ટર પર જઇ રહ્યાં છે. પરંતુ હાલ વેક્સીન ન હોવાના જવાબ આપવા પડે છે. બીજી તરફ હાલ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્રારા રોજના 50 થી 60 જેટલા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અને વેરાવળ ટેસ્ટીંગ માટે મોકલાઈ રહ્યા છે. સુખદ સમાચાર એ છે કે કોરોનાનો એકપણ કેસ ઊના પંથકમાં નથી. ઊનામાં આરટીપીસીઆર લેબ માટેના તમામ સાધનો પણ આવી ગયા છે. લેબ હજુ કાર્યરત થયેલ નથી.
બુસ્ટર ડોઝમાં 40 ટકા લોકો બાકી
ઊનામાં વહેલીતકે આરટીપીસીઆર લેબ કાર્યરત કરાય તો ટેસ્ટીંગ માટે સેમ્પલ વેરાવળ મોકલવા ના પડે. હાલ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્રારા પાંચ હજાર કોવીશીલ્ડની ડિમાન્ટ પણ મુકાય છે. તેવું સ્થાનિક આરોગ્ય વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. બીજી તરફ સરકારમાંથી ડિમાન્ડ કરેલ વેક્સીનનો જથ્થો વહેલી તકે આવે અને જે બુસ્ટર ડોઝમાં 40 ટકા લોકો બાકી રહ્યા છે. તેમનું વેક્સીનેશન વહેલી તકે થાય તે પણ અત્યંત જરૂરી છે.
વેક્સિનેશન માટે લોકો આવે છે પણ વેક્સિન નથી : તબીબ
ઊના બ્લોક હેલ્થ ઓફીસર સાથે સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે જે રીતે કોરોનાની વિગતો મળી રહી છે. તે જોતા લોકો વેક્સીનેશ માટે લોકો આવે છે. પણ વેક્સીન ન હોવાથી લોકોને મળતી નથી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન