ભારતીય સેનાના જવાન પર હુમલો કરનાર પોલીસ કર્મી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ

ઉના સમસ્ત કોળી સમાજ નું પ્રાંત અધિકારી ને આવેદન પત્ર
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા પર રાત્રી દરમિયાન બાંટાવા પોલીસ સ્ટેશન નાં બે પોલીસ કર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ઢોર મારવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભારતીય સેનાના જવાન પર હુમલો અતિ નિંદનીય ઘટના છે. ત્યારે આ હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા અખિલ ભારતીય કોળી સમાજ ના રસિક ચાવડા,યુવા કોળી સંગઠનના અલ્પેશ બાંભણિયા,સામાજિક આગેવાન ભરત શિંગડ,દિનેશ સોલંકી,ચંદુ બાંભણિયા, ભરત રાઠોડ, સમાજ આર્મી ની તૈયારી કરતા યુવાનો સહિત ના એ આવેદન પત્ર પ્રાંત અધિકારી ને આપવામાં આવ્યું હતું.

ભારતીય સેનાના જવાન પર હુમલો કરનાર અને ઢોર માં મારનારા પોલીસ કર્મચારીઓ અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવામાં આવે તથા હુમલો કરનાર અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને મા ભોમ ની રક્ષા કરનારા ભારતીય સેનાનાં જવાન ને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી