December 11, 2023

ભારતના આ ડોગને પણ સલામઃ બે ગોળીઓ વાગી હતી છતા આતંકીઓ સામે આપણી રક્ષા કાજે અડગ રહ્યો

ભારતના આ ડોગને પણ સલામઃ બે ગોળીઓ વાગી હતી છતા આતંકીઓ સામે આપણી રક્ષા કાજે અડગ રહ્યો
Views: 271
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 3 Second
ભારતના આ ડોગને પણ સલામઃ બે ગોળીઓ વાગી હતી છતા આતંકીઓ સામે આપણી રક્ષા કાજે અડગ રહ્યો

જમ્મૂ કશ્મીર પર ઘણી વખત તંગ સ્થિતિમાં આપણા જવાનો આપણી રક્ષા કાજે ગોળીઓથી વિંધાઈ જાય છે પરંતુ છતાં માં ભોમની રક્ષાનું તેમનામાં અજીબ જ જુનુન હોય છે. જોકે સતત આવા જ વીર વચ્ચે રહેલો ઝૂમ નામનો ડોગ પણ જાણે શીખી ગયો કે તેનું કર્તવ્ય શું છે તેમ અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટર દરમિયાન આર્મી ડોગ ઝૂમને બે ગોળીઓ વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જાણકારી મળી રહી છે કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળવા પર સુરક્ષા દળોએ દક્ષિણ કશ્મીર સ્થિત આ જિલ્લાના તંગપાવા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ઘેરાબંધી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે સવારે સેનાએ ઝૂમ નામના તેના હુમલાખોર કૂતરાને તે ઘરની અંદર મોકલ્યો જ્યાં આતંકીઓ છુપાયેલા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે ઝૂમ આ પહેલા પણ ઘણા સક્રિય અભિયાનોનો ભાગ રહી ચુકી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશનમાં આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવેલી બે ગોળીથી ઝૂમ ઘાયલ થયો હતો.

તેમણે કહ્યું કે સોમવારે હંમેશની જેમ ઝૂમને તે ઘર ખાલી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે, ઝૂમે આતંકવાદીઓને ઓળખીને તેમના પર હુમલો કર્યો, ત્યારબાદ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. ઝૂમને બે ગોળીઓ મળી છે.

મણે કહ્યું કે ઝૂમે લડત આપી અને પોતાનું કાર્ય પૂર્ણ કર્યું, જેના પરિણામે બે આતંકવાદીઓનો ખાત્મો થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝૂમની વર્સેટિલિટીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ગોળીઓથી ઘાયલ થયા પછી પણ તે આતંકવાદીઓ સાથે લડતો રહ્યો. તે જ સમયે સેનાની મદદ મળી અને સેનાએ બંને આતંકીઓને ઠાર કર્યા.

અધિકારીઓએ જણાવ્યું કે આ બહાદુર કૂતરાને આર્મી વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે ઘણા જવાનો ઘાયલ પણ થયા છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author