
અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય નેતા અને ભાજપ ના પૂર્વ પ્રદેશ મંત્રી, ઠાકોર કોળી વિકાસ નિગમ ના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા આજ વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત ના પ્રભારી રઘુ શર્મા, રામકીશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અંબરીષ ડેર,લલિત કગથરા, સહિતના પ્રદેશ કોંગ્રેસ નાં નેતાઓ ની હાજરી માં કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.

આજ જ્યારે નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી સત્તાધારી પાર્ટી માં જોડાય છે ત્યારે ભાજપ ના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસ માં જોડાયા છે. તેવો ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત નાં પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ત્યારે તેવો એ રાહુલ ગાંધી નાં નેતૃત્વ માં કોંગ્રેસ માં જોડાવુ પસંદ કર્યું છે. તેવો એ જણાવ્યું હતું કે હાલ ની સરકાર માં મોંઘવારી એ માઝા મૂકી છે અને નાના અને મધ્યમ પરિવાર ને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે ત્યારે ગુજરાત માં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળ માં કોંગ્રેસ ની સરકારો માં થયું છે. અને તેવો પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે તેમ મનુ ચાવડા એ જણાવ્યું હતું..
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન