
ઉનાના ગીર ગઢડા તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન તથા નવનીત એજ્યુકેશન લિમિટેડનાં સહયોગથી શહેરનાં ઉન્નત નગર સોસાયટી ખાતે આવેલા ખોડલધામ પટેલ ભવનનાં વિશાળ ગ્રાઉન્ડમાં ઉના ગીરગઢડા તાલુકાના ધો. 10 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ભવ્ય મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ઉના ગીરગઢડા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશનનાં પ્રમુખ મુકેશભાઈ જોશી, ઉપ પ્રમુખ ભવ્યભાઈ પોપટ, નિવૃત્ત કેની પુરોહિતભાઈ, વિવેકાનંદ સ્કૂલ સંચાલક ધનશયામભાઈ, હસમુખભાઈ, સ્વામી પૂ.માધવદાસ, કિશોરભાઈ, ધીરુભાઈ, વિનયભાઈ સહિત એસોસિયેશન સભ્યએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલુકામાં સૌ પ્રથમવાર શૈક્ષણિક સેમિનાર મોટીવેશનનું આયોજન થતાં શિક્ષણનાં નિષ્ણાતજનો, શિક્ષકો, વાલીઓ, શાળાના સંચાલકો મોટી સંખ્યામાં પોતાના વિદ્યાર્થીને વાહનો દ્વારા કાર્યકમ સ્થળે લઇ પહોંચ્યા હતા. સુંદર વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની હાજરીએ આ કાર્યક્રમની સફળતાને ચાર ચાંદ લગાવી દીધા હતા. મહેમાનો, વાલીઓએ પણ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન