
ઉનાના પાલડી ગામ નજીક રસ્તા પર પસાર થતી બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક બાઇક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં ઇમરજન્સી 108માં ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. આ અંગેની ઇજાગ્રસ્ત યુવાનના ભાઇએ બાઇક ચાલક સામે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કોબ ગામે રહેતો રમેશ અરજણ બારૈયા તેમજ પાલડી ગામે રહેતો કરણસિંહ વાઘેલા આ બંને બાઇક વચ્ચે પાલડી ગામ નજીક બેઠા પુલ પાસે ઘડાકાભેર સામસામી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કરણસિંહને નાક, કાન તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા નીચે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. આ અંગે જાણ તેમના પરીવારને કરતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઇ ઇમરજન્સી 108માં ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે. જ્યાં તેની હાલત ગંભીર હોય આઇસીયુમાં સારવાર ચાલુ હોય આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઇ અશ્વિન અમરસંગ વાધેલાએ બાઇક ચાલક રમેશ અરજણ બારૈયા સામે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી