September 28, 2023

બે પોલીસ કર્મીએ પડાવ્યા 2.60 લાખ, DCPને જાણ થતાં પોતાના જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

બે પોલીસ કર્મીએ પડાવ્યા 2.60 લાખ, DCPને જાણ થતાં પોતાના જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
Views: 1351
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 50 Second
બે પોલીસ કર્મીએ પડાવ્યા 2.60 લાખ, DCPને જાણ થતાં પોતાના જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

અમદાવાદમાં સતત ચર્ચામાં રહેતું સરદારનગર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કુબેરનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓનું તોડ પ્રકરણ બહાર આવતા પોતાના જ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે. લાખોનો તોડ કર્યો છતાં પેટ ન ભરાતા વારંવાર ધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો. આખરે ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરવામાં આવતા પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા રજની વેષ્ણવ છેલ્લા 25 વર્ષથી વેજિટેબલ સપ્લાયનો ધંધો કરે છે. ધંધા માટે તેમણે એક થ્રી વ્હીલર ખરીદ્યું હતું. પરતું વાહન જૂનું થઈ જતાં ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક ડિલરને વેચી દીધી હતી. ગત 29 સપ્ટમ્બરે કુબેરનગરના બે પોલીસ કર્મી તેમના ધરે આવ્યા હતા અને તેમના વાહનમાં દારૂનો જથ્થો પકડાયો હોવાનું કહ્યુ હતું. પોલીસે વેપારીને ધમકી આપતા કહ્યું હતું કે પોલીસ ચોકી આવી જવજો નહીં તો ઉઠાવી લઈશું.

જોકે આ વાહન વેપારીએ વેચી દીધુ હોવાની પોલીસને જાણકારી આપી હતી. તેમ છતાં પોલીસે કર્મીએ ગૈતમ અને પ્રગ્નેશે રિક્ષામાંથી દારૂ પકડાયાનું અને તમે દારૂનો ધંધો કરતો હોવાનું કહીને કેસ કરવાની ધમકી આપીને 2.60 લાખ રૂપિયાનો તોડ વેપારી જોડેથી કર્યો હતો. લાખો રૂપિયા આપ્યા છતાં પોલીસ કર્મીએ વાહન આરટીઓમાં તમારા નામે છે. રિક્ષાના ડ્રાઈવરને શોધીને પોલીસને આપો તેમ કહીને વેપારીને હેરાન કરતા હતા. આખરે પોલીસ કર્મીથી કંટાડીને વેપારીએ સમગ્ર બનાવ અંગેની જાણ ઝોન 4 ડિસીપીને કરી હતી. ત્યારબાદ બંને પોલીસ કર્મી વિરૂદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બંને પોલીસ કર્મીએ વેપારીને દારૂના કેસમાં ફસાવી પાસાનો કરવાની ધમકી આપીને પ્રથમ 5 લાખની માગણી કરી હતી. પરંતું વેપારી પાસે આટલા પૈસા હોવાનું કહેતા 2.60 લાખમાંની માગણી કરીને પૈસા લઈ લીધા હતા. પોલીસે હાલ બંને લાંચીયા પોલીસ કર્મી સામે તપાસ શરૂ કરી છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author