October 1, 2022

બે દિવસમાં ઉના શહેરના બધા જ વિસ્તારોમાં વીજળી ચાલુ થઇ જશે

બે દિવસમાં ઉના શહેરના બધા જ વિસ્તારોમાં વીજળી ચાલુ થઇ જશે
Views: 210
0 0

Share with:


Read Time:3 Minute, 35 Second
બે દિવસમાં ઉના શહેરના બધા જ વિસ્તારોમાં વીજળી ચાલુ થઇ જશે

ઉનામાં વીજળી આવતા લોકોમાં રાહત :  ૨૫ ટકા વિસ્તારમાં વીજ પુરવઠો થયો પુર્વવત

કોડીનારના ૪૫ ગામોમાં વીજ પુરવઠો ચાલુ થતા લોકોએ પીજીવીસીએલની ઝડપી કામગીરીને આવકારી

        ગીર-સોમનાથ તા. -૨૩, તાઉતે વાવાઝોડું ઉના તાલુકામાંથી પ્રવેશતા ભારે તારાજી સર્જાણી હતી. ઉના તાલુકામાં પીજીવીસીએલનાં મોટા સબસ્ટેશન અને વીજપોલ પડી જતા વીજપુરવઠો ઉના અને ગીરગઢડા તાલુકામાં સંપૂર્ણ રીતે ખોરવાઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકાની વીજસેવાને પુર્વવત કરવા માટે મોટી સંખ્યામાં મેન પાવરને કામે લગાડી ઇલેકટ્રીક ઇન્ટુમેન્ટનો પુન:ઇન્સટોલેશન યુધ્ધના ધોરણે થતા આજે ઉના શહેરમાં વીજળી આવતા લોકોએ મોટી રાહત અનુભવી હતી. ઉનામાં જ્યારે વીજળી આવી ત્યારે પાંચ દિવસથી અકળાઇ ગયેલા લોકોએ પીજીવીસીએલની કામગીરીને બિરદાવી હતી.

        ઉનાના ૨૫ ટકા જેટલા વિસ્તારોમાં આજે તા. ૨૩ બપોરબાદ વીજળી પુર્ન સ્થાપિત થઇ હતી. ઉના શહેરના ઇઝ્યુકેટીવ એન્જીનીયર શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, આજે તા.૨૩ બપોરબાદ વેરાવળ રોડ, ટાવરચોક, સરકારી દવાખાનું, અમીધારા, માર્કેટીંગ યાર્ડ, પ્રાંત ઓફીસ, ઉનાની બે કોવીડ હોસ્પિટલમાં વીજપુરવઠો પુર્વવત થઇ ગયો છે. મોડી રાત્રે અને આવતી કાલ સુધીમાં પણ નવા વિસ્તારોમાં વીજપુરવઠો શરૂ થશે.

        કોડીનાર તાલુકાના ૬૯ ગામમાંથી ૪૫ ગામોમાં વીજપુરવઠો ચાલુ થઇ ગયો છે. ઉનાના ૨ ગામોમાં વીજપુરવઠો આવતીકાલે ચાલુ થશે. બાકીના ઉના અને ગીરગઢડા તાલુકાના બાકી રહેલા ગામોમાં વીજપુરવઠો શરૂ થાય તે માટે કામગીરી ચાલી રહી છે. ઉના શહેરના બાકી રહેલા ૭૫ ટકા વિસ્તારમાં બે દિવસમાં વીજળી શરૂ થઇ જાય તે માટે પીજીવીસીએલના કોન્ટ્રાકટરની ૩૫ ટીમોના ૨૫૪ અને ડિપાર્ટમેન્ટની ૩૨ ટીમનાં ૧૯૫ મળીને ૪૫૦ કર્મચારીઓ માત્ર ઉના શહેરમાં વીજળી શરૂ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

        આજે ઉના ખાતે જીપીસીએલના એમ.ડી. શ્રી એસ.બી.ખ્યાલીયાએ પણ મીટીંગ યોજીને વીજ પુરવઠો શરૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉના વિસ્તારની મુલાકાત લઇ વીજ પુરવઠો સહિતની સેવાઓ પુન: શરૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉર્જા મંત્રીશ્રી સૈારભભાઇ પટેલે પણ પીજીવીસીએલના અધિકારીઓને બહારથી મેન પાવર બોલાવીને વીજ પુરવઠો શરૂ કરવા અંગે સુચના આપી ઝડપી કામગીરી થાય તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચીત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: