February 23, 2024

બુટલેગરો સામે લાલ આંખ:ગીરગઢડા પોલીસે દારૂના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોને ગીરસોમનાથ જિલ્લા હદપાર કર્યા

બુટલેગરો સામે લાલ આંખ:ગીરગઢડા પોલીસે દારૂના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોને ગીરસોમનાથ જિલ્લા હદપાર કર્યા
Views: 717
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 53 Second
બુટલેગરો સામે લાલ આંખ:ગીરગઢડા પોલીસે દારૂના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોને ગીરસોમનાથ જિલ્લા હદપાર કર્યા

ગીરગઢડા પોલીસે બે શખ્સોને દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલા અને ગેરકાયદેસરની પ્રવૃતી કરતા શખ્સો સામે હદપારની દરખાસ્ત તૈયાર થયા બાદ બે શખ્સોને પકડી પાડી અને ધોરણસરની કાયર્વાહી હાથ ધરી. ગીર સોમનાથ જિલ્લામાંથી બંનેને હદપાર કરવામાં આવેલા છે.

ગીરસોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પોલીસ ઈન્સુ. તાલાલા એમ.યુ.મી.ની સુચના મુજબ પોલીસ સબ ઈન્સ. જે.આર, ડાંગર દ્વારા ગીરગઢડાના અંબાળા ગામે રહેતો હકાભાઇ મેઘાભાઈ મકવાણા તેમજ કનુભાઈ ભીખાભાઇ વાઝા વિરુદ્ધમાં દારૂના ગુન્હામાં ગેરકાયદેસરની પ્રવૃતી સામે હદપારની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. સબ ડીવી. મેજી. ઉના જે.એમ. રાવલને મોકલતા બંને શખ્સોને ગીરસોમનાથ જિલ્લાની ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાંથી બે માસ માટે હદપારીનો હુકમ કરતા બંને શખ્સોને એ.એસ.આઇ. કીરીટસીહ રાઠોડ, જગદીશભાઇ સૌસા, ગોવીંદભાઇ મેર તથા મોહનભાઇ મકવાણા દ્વારા ઝડપી પાડેલા અને હુકમની બજવણી કરવામાં આવતા બંને શખ્સોને ગીરસોમનાથ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલા છે. આમ ગીરગઢડા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ દેશી-વિદેશી દારૂની અસામાજીક પ્રવૃતી કરતા બુટલેગરો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જે.આર. ડાંગરે જણાવ્યું હતુ.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author