Sorath Ni Dharohar

News Channel of India

બિસ્માર રસ્તાઓને પગલે થયો અકસ્માત, કારમાં સવાર લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

બિસ્માર રસ્તાઓને પગલે થયો અકસ્માત, કારમાં સવાર લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

દિવમાં મુખ્ય રસ્તાઓ ખરાબ હોવાથી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારમાં બેઠેલા વ્યક્તિઓને નાની-મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા હતા. અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.રસ્તાઓ ખરાબ હોવાને કારણે મોટા ભાગના વાહનચાલકો રોન્ગ સાઈડ પર ચલાવતા હોય છે. ત્યારે રાત્રિના સમયે જુનાગઢની કાર GJ 01 RZ 6002 રોન્ગ સાઈડ આવી રહી હતી. ત્યારે જામનગરની કાર GJ 10 T X 6421 સાથે ધડાકાભેર ભટકાતા અક્સ્માત સર્જાયો હતો. છેલ્લા ઘણા સમયથી દીવના મુખ્ય રસ્તા ઉપર કામગીરી શરૂ હોય જેના કારણે અવાર-નવાર અકસ્માત સર્જાય છે અને લોકોને મુશ્કેલી પણ પડી રહી છે. ત્યારે પ્રશાસન દ્વારા તાત્કાલિકા કામ પૂર્ણ કરવામાં આવે. જેથી કોઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને અને અને અકસ્માતની ઘટના બનતી અટકે.

બિસ્માર રસ્તાઓને પગલે થયો અકસ્માત, કારમાં સવાર લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

બિસ્માર રસ્તાઓને પગલે થયો અકસ્માત, કારમાં સવાર લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા