Sorath Ni Dharohar

News Channel of India

બાદલપરાની મુલાકાત લઇ તમિલ મહેમાનોએ સૌરાષ્ટ્રની પરંપરા અને ગ્રામ્યજીવનશૈલીને નજીકથી માણી

બાદલપરાની મુલાકાત લઇ તમિલ મહેમાનોએ સૌરાષ્ટ્રની પરંપરા અને ગ્રામ્યજીવનશૈલીને નજીકથી માણી
બાદલપરાની મુલાકાત લઇ તમિલ મહેમાનોએ સૌરાષ્ટ્રની પરંપરા અને ગ્રામ્યજીવનશૈલીને નજીકથી માણી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથ પધારેલા તમિલ બંધુ અને ભગીનીઓએ જિલ્લાના આદર્શ ગામ બાદલપરાની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોનું મીઠું આતિથ્યપણું માણ્યું હતું તેમજ સૌરાષ્ટ્રની ગ્રામ્યજીવનશૈલીને નજીકથી નિહાળી સોરઠી પરંપરાનો પરિચય મેળવ્યો હતો.

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ,વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, શિક્ષણરાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા અને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ વેંકટેશન અને મહેમાનોને ગામમાં મીઠો આવકાર આપ્યો હતો તેમજ ઢોલ-શરણાઈની મધુર સુરાવલી સાથે, પારંપરિક વેષભૂશામાં સજ્જ થઈ બાળાઓએ તમામ તમિલ મહેનાનોને લલાટે કંકુ કરી આવકાર્યા હતા. આમ તમિલ મહેમાનોએ ગ્રામ્યજનોનો ઉમળકાભેર આતિથ્ય સત્કાર માણ્યો હતો.

આ તકે, તમિલ મહેમાનોએ બાદલપરામાં ઘર-ઘરની મુલાકાત લીધી હતી અને ઘંટૂડો, ચાક, માટીના વાસણો, ભાતીગળ રંગોળી, ખેતીના સ્થાનિક પારંપરિક ઔજારોની માહિતી મેળવી સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનની રીતભાત પણ જાણી હતી. ઉપરાંત અમર શહિદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, લાઈબ્રેરી તેમજ મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.

શિવશૈલમના રહેવાસી કાર્તિકે જણાવ્યું હતું કે બાદલપરા ગામ ખૂબ જ સ્વચ્છ છે અને અહીંના લોકો ખૂબ જ માયાળુ છે. અમને જે રીતે આવકાર મળ્યો એ જોઈને અમે ગદગદિત થઈ ગયા છીએ. જ્યારે ચેન્નઈના રાજશ્રી રંગોળી, ગાડુ, જૂની શૈલીના મકાનો, રહેણીકરણી, જીમી, કાપડું અને ઓઢણું જેવા પરંપરાગત પોષાક, ગામની સ્વચ્છતા અને ગ્રામ્યજનોનું સામંજસ્ય જોઈ ખૂબ જ પ્રભાવિત થયા હતાં. સમગ્ર ગ્રામ્ય પરિવેશનો નજીકથી અનુભવ મેળવી તમિલ મહેમાનોએ રોટલા-શાક સહિત કાઠિયાવાડી ભોજન આરોગી અંતે સંતોષનો ઓડકાર પણ ખાધો હતો.


બાદલપરાની મુલાકાત લઇ તમિલ મહેમાનોએ સૌરાષ્ટ્રની પરંપરા અને ગ્રામ્યજીવનશૈલીને નજીકથી માણી