
ઉના બસ ડેપોમાંથી રાજકોટથી દિવ-રાજકોટ રૂટની એસ.ટી બસ બે કલાક મોડી ઉપડતા 38 જેટલા બુકિંગ કરેલા મુસાફરોએ ઉના ડેપોમાં હલ્લાબોલ કર્યો અને ડેપો મેનેજરની ઓફીસમાં રામધુમ બોલાવતા મામલો ગરમાયો.

રાજકોટથી દિવ રાજકોટ રૂટની એસટી બસ ઉનાથી રાજકોટ જવા માટે 1.20નો સમય હતો અને ઉનાથી રાજકોટ જવા મોટી સંખ્યામાં પેસેન્જરોએ રીઝર્વેસન કરાવેલ તમામ મુસાફરો ઉના બસ ડેપોએ બસની રાહ જોતા હતા. સમય જતાં બસ ન આવતા પેસેન્જરોએ ડેપોના કર્મચારીને પુછતા સંતોષકારક જવાબ નહીં મળતા આ અંગે કંટાળી જઇ હલ્લાબોલ કર્યો હતો. ડેપો મેનેજરની ઓફીસમાં તમામ પેસેન્જરોએ નીચે બેસીને રામધુન બોલાવી હતી. બાદમાં દિવ-રાજકોટની બસ ઉના ડેપોએ બે કલાક પછી આવતા તમામ મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલીક તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરી હતી. આ બસમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ પણ અવર જવર કરતા હોય છે. તેવોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ-દિવથી ઉના ડેપોથી 1.20નો સમય હતો. આ બસ 3.40 સમયે બે કલાક બાદ રાજકોટ-દિવ રૂટની બસ ઉનાથી ઉપડતા પેસેન્જરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

રાજકોટ દીવ રૂટની બસ બે વાર બંધ પડી- પેસેન્જર રાજકોટથી દિવ આવેલા મુસાફરે જણાવેલ કે, અમે દિવ ફરવા આવેલા ત્યારે બે વખત બસ બંધ પડી. તેમ છતાં કોઇ રીપેરી કરી નહી અને ઉના ડેપોએ બે કલાકથી રાહ જોઇ રહ્યા છીએ. તેમ છતાં ડેપોના વર્કશોપમાંથી હજુ સુધી બીજી બસ મુકવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી