
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશના નેજા હેઠળ અધિવકતા પરીષદ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી સંવિધાન દિવસ નિમિત્તે બંધારણના હક્કો અને ફરજો વિષય ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું.

આ સેમિનારનો પ્રારંભ રાષ્ટ્રગાન સાથે કરાયેલ અને જજ શ્રી કે. જે. દરજી સહીતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે વૈદમંત્રોચાર ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલ તેમજ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર સહિતનાને પુષ્પાંજલિ કરેલ હતી. આ તકે ડો.પંકજ રાવલે બંધારણના આમુખનું ગુજરાતી અને સંસ્કૃતમાં પણ સમૂહવાચન કરાવેલ હતું. કાયદાના તજજ્ઞ ડો. કે. જે. વૈષ્ણવ, જાદવભાઈ વાળાએ બંધારણના હક્કો અને ફરજો વિષય ઉપર ઊંડાણપૂર્વકના સમજણ આપેલ તેમજ એડિશનલ ડિસ્ટ્રીક જજ શ્રી કે. જે. દરજી એ પણ પ્રસંગોચિત પ્રવચનો આપેલ હતા. આ તકે વરિષ્ઠ અધીવકતા કીશોરભાઇ કોટક એ બંધારણના વિવિધ પાસાની ઊંડાણપૂર્વક સમજ આપેલ હતી. આ સેમિનારમાં હાજર રહેલ વકીલ મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર જિલ્લા કાનુની સેવા સતા મંડળના અનિષભાઇ રાચ્છ સહીતના દરેકને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી કે. જે. દરજી, જજીસ શ્રી જે. એસ. સુતરીયા, ચિફ. જ્યુડી. શ્રી એ. એ. રૂન્જા, સિવિલ જજ શ્રી સી. જી. દેસાઈ, શ્રી એમ. બી. પુરોહિત તથા તાલાલા કોર્ટના મુખ્ય જજ શ્રી એસ. આઇ. ચોહાણ સહિતના ન્યાયાધીશશ્રીઓ તથા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા, મદદનીશ સરકારી વકીલો તેમજ જિલ્લાભરના આસિસ્ટન્ટ પોલીસ પ્રોસિક્યુટર તેમજ બાર એસો.ના પ્રમુખ, સંસ્કૃત યુનિવર્સિટીના ડો.પંકજભાઈ રાવલ, આચાર્ય નરેન્દ્રભાઇ, ઋષિ કુમારો, ક્રિસ્ટલ સ્કૂલના વિધાર્થીઓ અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમના અંતે આભાર વિધિ અધિવકતા પરિષદના જિલ્લા પ્રમુખ રાજુભાઈ રામે કરેલ જયારે અને સફળ સંચાલન એડવોકેટ જયેશભાઇ મેર તેમજ એ.જી.પી. જતીનભાઇ પાઠકેલ કરેલ હતું.

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી