October 1, 2022

પ્રિય ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો……

પ્રિય ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો……
Views: 150
0 0

Share with:


Read Time:2 Minute, 1 Second

પ્રિય, ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો,

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલ એટલેકે તા.17.05.2021 ના રોજ બપોર પછીથી વાવાઝોડું “Taukatae” ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકાના દરિયાકાંઠે ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે, આ વાવાઝોડા માં 160 થી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ ની શકયતા છે તથા દરિયાકિનારે ઉછળતાં મોજાં ની ઊંચાઈ 2 થી 3 મીટર જેટલી હોવાની આગાહી છે, જેનાથી જાનમાલ અને મિલ્કત ને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આથી દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તથા સંભવિત રીતે અસરગ્રસ્ત જાહેર કરેલા દરિયાકિનારા થી નજીકનાં ગામડાઓમાં રહેતા લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે કે, તેઓ વહેલામાં વહેલી તકે સુરક્ષિત સ્થળોએ પહોંચી જાય, સરકારી અધિકારીઓ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવે તેવા સુરક્ષિત આશ્રયસ્થાનો માં આવી જાય. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી શકે છે તેથી એવા વિસ્તારો ખાલી કરી નાખે. પશુઓને બાંધી નહીં રાખતાં તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન ખાતે શિફ્ટ કરી દે, અને પશુઓને ખીલા સાથે બાંધી નહીં રાખતાં અગમચેતી ના પગલાં રૂપે છૂટા રાખવા જેથી પશુઓ ના જીવ બચાવી શકાય.

સરકારી મદદની જરૂર પડે તો ગીર સોમનાથ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ના સંપર્ક નંબર 02876 285063, 02876 285064, 02876 285224 પર તાત્કાલિક સંપર્ક કરવો.

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: