
ગીર-સોમનાથ તા. -૧૭, ગુજરાતના જન-જન સુધી યોગ પહોંચાડવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા બીજા દિવસે પણ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ.શ્રી દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૭૩ સ્થાનો પર ૭૩,૦૦૦ યોગ સાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સુર્ય નમસ્કારની વડાપ્રધાનશ્રીને યોગમય ભેટ આપવામાં આવી હતી.

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન