Sorath Ni Dharohar

News Channel of India

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન, સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવતા મદુરાઈથી આવેલ તમિલ બાંધવો

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન, સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવતા મદુરાઈથી આવેલ તમિલ બાંધવો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાકાર કરતો ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” સોમનાથની ભૂમિ પર યોજાઇ રહ્યો છે ત્યારે પહેલા દિવસે મદુરાઈથી આવેલ તમિલ બંધુઓ અને ભગીનીઓએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા અનુસાર બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન તેમજ સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મંદિરમાં યાત્રિકોએ કપર્દી વિનાયક ગણપતિજી મંદિર તથા કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન કરી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. જે પછી લાઈટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયન ખાતે સ્ક્રિન પર સોમનાથ મહાદેવની આરતીના દર્શન કરી અભિભૂત થયા હતા તેમજ સ્ક્રિન પર સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતી ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન, સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવતા મદુરાઈથી આવેલ તમિલ બાંધવો

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન, સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવતા મદુરાઈથી આવેલ તમિલ બાંધવો