થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ દીવમાં મોડી રાત્રીના સમયે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. ઉના પોલીસે પણ દિવથી આવતા વાહનો તેમજ પીધેલી હાલતમાં વાહન ચલાવતા તમામ કોઇનું ચેકિંગ હાથ ધર્યુ હતું. દારૂ પીધેલા લોકોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
થર્ટી ફર્સ્ટની મોડી રાત્રીના સમયે એહમદપુર માંડવી ચેકપોસ્ટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં દિવથી દારૂ પીધેલી હાલતમાં આવતા 60 જેટલા લોકોને પકડી પાડી ઉના પોલીસ સ્ટેશને લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ થર્ટી ફર્સ્ટની રાત્રીના પોલીસે દારૂના પ્યાસીઓને પકડી પોલીસ સ્ટેશને લાવતા પોલીસ સ્ટેશન પણ પીધેલાઓથી ભરચક થઇ ગયો હતો.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન