February 23, 2024

પેટલાદમાં અશાંતધારો લાગુ: હવેથી મિલકત લે-વેચ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી આવશ્યક

પેટલાદમાં અશાંતધારો લાગુ: હવેથી મિલકત લે-વેચ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી આવશ્યક
Views: 752
1 0
Spread the love

Share with:


Read Time:6 Minute, 57 Second
પેટલાદમાં અશાંતધારો લાગુ: હવેથી મિલકત લે-વેચ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી આવશ્યક

રાજ્યના અતિસંવેદનશીલ શહેરોની યાદીમાં પેટલાદનો સમાવેશ થતો આવ્યો છે. આ શહેરમાં ગત વર્ષો દરમિયાન અનેક વખત કોમી તોફાનો ફાટી નીકળવાની ઘટનાઓ બનવા પામી હતી. જેને કારણે બન્ને કોમ વચ્ચે વૈમનસ્યનું વાતાવરણ સર્જાતુ હતુ. આવા સંજોગોમાં અનેક વિસ્તારોમાંથી એક સમાજના લોકો પોતાની મિલકતો વેચી સલામત સ્થળે હિજરત કરી ગયા હતા. આ સમગ્ર મામલે છેલ્લા એક દાયકાથી શહેરમાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી હતી. કેટલાક નગરજનો દ્વારા પ્રાંત કચેરીએ આ સંદર્ભે અરજીઓ કરી હતી. ઉપરાંત આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પેટલાદમાં અશાંતધારો લાગુ કરવા લેખિત રજૂઆતર કરી હતી. જેના સંદર્ભે રાજ્યના મહેસૂલ વિભાગે તા.૧પ ઓક્ટોબર ર૦રરના રોજ પેટલાદ શહેરના ૩૩ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવેથી આવા વિસ્તારોમાં જો કોઈને મિલકત લે-વેચ કરવી હશે તો જીલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લામાં પેટલાદ શહેર અતિ સંવેદનશીલ ગણાય છે. આ શહેરમાં વર્ષ દરમિયાન યોજાતા હિન્દુ મુસ્લિમના તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહિવટી તંત્ર સજાગ રહે છે. આવા તહેવારો વખતે કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે શાંતિ સમિતીની બેઠકો પણ મળતી હોય છે. જોકે પેટલાદમાં વર્ષ ૧૯૯ર અને વર્ષ ર૦૦રમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ બન્ને ઘટનાઓ બાદ ર૦ વર્ષમાં કોમી તોફાનોની છૂટી છવાઈ ઘટનાઓ બનવા પામી છે. આ કોમી તોફાનોને કારણે શહેરના ગામતળ વિસ્તારોમાં આવેલ ઘણીબધી શેરીઓ અને મહોલ્લાના લોકો પોતાની મિલકતો વેચી સલામત સ્થળે હિજરત કરી ગયા છે. ગામતળમા આવેલ ઘણા બધા વિસ્તારોના છેવાડે જ્યા બન્ને કોમના લોકો નજીક રહેતા હોય છે તેવા વિસ્તારના એક સમાજના લોકો દ્વારા મિલકતો ધીરેધીરે વેચાવાની શરૂ થઈગઈ હતી. જેને કારણે આ વિસ્તારમાં રહેતા અન્ય લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળતુ હતુ. જેને કારણે છેલ્લા એક દાયકા દરમિયાન ગામતળના કેટલાક વિસ્તારોમાંથી નગરજનોએ અશાંતધારો લાગુ કરવા પોલીસ અને વહિવટી તંત્રને લેખિતમાં રજૂઆતો કરી હતી. પરંતુ મિલકતોનું વેચાણ સમયાંતરે વધતુ જતુ હોવાને કારણે રાજકીય આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેથી આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે તા.૧ ઓગષ્ટ ર૦રરના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમા જણાવ્યું હતુ કે પેટલાદના શહેરી વિસ્તારમાં મિલકતો ઉચાભાવે ખરીદવાની ગતિવિધી ચાલી રહી છે. ઉપરાંત આવા વિસ્તારોમાં વારંવાર કોમી છમકલા પણ થતા હોય છે. જેને કારણે ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ ઉભી ન થાય તે માટે પેટલાદમાં આવા વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવાની જોગવાઈ અંગે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આવી જ રીતે જીલ્લા પ્રમુખ વિપુલ પટેલે તા.૬ સપ્ટેમ્બર ર૦રરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અશાંતધારો લાગુ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. આ સંદર્ભે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તા.૧પ ઓક્ટોબર ર૦રરના રોજ અશાંતધારા એક્ટ ૧૯૯૧ અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ શહેરના આશરે ૩૩ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. જેનો અમલ તા.૧પ ઓક્ટોબરથી જ શરૂ કરવામાં આવ્યો છે. જેથી હવે પછી જો કોઈ મુસ્લિમ વ્યક્તિને હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદવી હશે તો લેનાર અને વેચનારને જીલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. આ અંગે પેટલાદ પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ જણાવ્યું હતુ કે અશાંતધારો લાગુ કરવા આગળની પ્રક્રિયા જીલ્લા કલેક્ટરના આદેશ અને માર્ગદર્શન મુજબ કરવામાં આવશે.

બહુ જ મોડુ થયુ !
પેટલાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. પરંતુ છેલ્લા એક દાયકા દરમિયાન શહેરના ગોલવાડ, કાજીપુરા, અરજન ફળિયા, આંજણાવાડ, લાલકુંભારવાડા, પ્રજાપતિવાસ, નારીયાપાડા – વ્યાસવાડા બહારનો વિસ્તાર, નરસિંહજી મંદિરનો વિસ્તાર, જીન વિસ્તાર વગેરે સ્થળોએથી હિન્દુઓ મોટી સંખ્યામાં પોતાની મિલકતો વેચી સલામત સ્થળે જતા રહ્યા હોવાથી અશાંતધારો લાગુ કરવાના નિર્ણયમાં મોડુ થયું હોવાનું સ્થાનિક નગરજનો જણાવી રહ્યા છે. જો કે હજી ગામતળના અનેક વિસ્તારોની મિલકતો ઉચા ભાવે ખરીદતા હોવાને કારણે સ્થાનિક રહિશોમાં પણ વૈમનસ્ય ઉભુ થવાની ઘટનાઓ જોવા મળી રહી છે.

પાંચ હજાર જેટલી મિલકતો માટે લાગુ
પેટલાદ શહેરના ૩૩ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. શહેરના સીટી સર્વેના વોર્ડ નં.૧, ર અને ૩ માટે અશાંતધારો લાગુ કરવામાં આવશે. સીટી સર્વે મુજબ ટીકા નં.૧/૪, ૮/૧, ૮/૪, ૧૦/૧, ૧૦/ર, ૧૧/૧, ૧૧/ર, ૧૧/૩, ૧૧/૪, ૧/૬, ૩/૧, ૩/૩, ૪/૧, ૪/૪, ૯/૧, ૯/ર, ૯/૩, ૪/ર, ૪/૩, ૬/૧, ૭/ર, ૭/૩, ૭/૪, ૮/ર, ૯/૩ ઉપરાંત ટીપી સ્કીમ મુજબના કેટલાક ફાઈનલ પ્લોટ સહિત લગભગ પર૦૦ થી વધુ મિલકતો માટે અશાંતધારો લાગુ થનાર હોવાનું જાણવા મળે છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author