
ઉના શહેરમાં ટાવર ચોક ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે પુર્વ ધારાસભ્ય તથા પુર્વ નગરપાલિકા પ્રમુખ કે.સી રાઠોડ દ્વારા શહેરની બજારોમાં રંગબે રંગીન લાઇટિંગ અને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. ઉના ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી યોજી ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.જેમા કે.સી રાઠોડનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
બાદમાં કે.સી રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમિયાન લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પોતે લોકોને મદદરૂપ થઈ લોકોની સેવા પણ કરી હતી. અને જે લોકો મુશ્કેલીમાં હતાં તેઓનું દુઃખ પણ વ્યકત કર્યું હતું. દીવાળીની રાત્રિના આતશબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નગરપાલિકા મહીલા પ્રમુખ જલ્પાબેન બાંભણીયા, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી, રાજુભાઈ ડાભી, વિજયભાઇ જોશી, સામતભાઈ ચારણીયા, સંજયભાઇ બાંભણીયા, કાનજીભાઈ બાંભણીયા, ઈશ્વરભાઈ જેઠવાણી, મયંકભાઇ જોશી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો, સદસ્યો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. ટાવર ચોક ખાતે ફટાકડાની આતશબાજી નિહાળવા શહેરી નગરજનો તથા તાલુકાના હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન