
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધારe-KYC” કરવાનું થાય છે. જે લાભાર્થીઓ આગામી હપ્તા પહેલા e-KYC નહી કરાવે તેમને આગળની સહાયનો હપ્તો જમા થશે નહી. જે અંગે લાભાર્થી જાતે “આધારe-KYC” કરી શકશે. જે માટે પી.એમ.કિસાન પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધારe-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી પણ e-KYC કરાવી શકશે. જેનો ચાર્જ રૂ.૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે.
વધુમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારનીસુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે “આધારe-KYC” અને બેંક ખાતા સાથે “આધાર સિડિંગ” કરાવવું ફરજીયાત છે. જેથી ખેડૂતોએ “આધારe-KYC” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ગીર સોમનાથની યાદીમાં જણાવ્યું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી